વેડિંગ / ‘બિગ બોસ 12’ની પૂર્વ સ્પર્ધક નેહા પેંડસેએ મહારાષ્ટ્રીયન વિધિથી પ્રેમી શાર્દુલ સાથે લગ્ન કર્યાં

લગ્ન બાદ નેહા તથા શાર્દુલ
લગ્ન બાદ નેહા તથા શાર્દુલ
શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે.
શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે.
લગ્ન પહેલાં ફ્રેન્ડ સાથે પોઝ આપતી નેહા
લગ્ન પહેલાં ફ્રેન્ડ સાથે પોઝ આપતી નેહા
નેહાએ ગયા વર્ષે ઓગસ્ટમાં શાર્દુલ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો
નેહાએ ગયા વર્ષે ઓગસ્ટમાં શાર્દુલ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો
સંગીત સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ
સંગીત સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ
રિંગ સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ
રિંગ સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ

Divyabhaskar.com

Jan 05, 2020, 03:54 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 12’ની પૂર્વ સ્પર્ધક તથા ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેએ પાંચ જાન્યુઆરીએ શાર્દુલ બ્યાસ સાથે મહારાષ્ટ્રીયન વિધિથી પૂનામાં લગ્ન કર્યાં હતાં. મરાઠી દુલ્હન તરીકે નેહા ઘણી જ સુંદર લાગતી હતી. લગ્નના એક દિવસ પહેલાં નેહાએ સગાઈ કરી હતી. સંગીત સેરેમનીમાં નેહા તથા શાર્દુલે ઘણી જ મસ્તી કરી હતી. નેહાએ સંગીત સેરેમનીની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

શાર્દુલ રાજકીય પરિવારમાંથી આવે છે
શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં નેહાએ જ્યારે શાર્દુલ સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી ત્યારે અનેકને નવાઈ લાગી હતી. નેહા મરાઠી ફિલ્મ ‘જૂન’માં સિદ્ધાર્થ મેનન સાથે જોવા મળશે.

31 ડિસેમ્બરથી લગ્નની વિધિ શરૂ થઈ હતી
નેહા પેંડસેના ઘરે 31 ડિસેમ્બરે ‘ગ્રહમુખ પૂજા’ યોજાઈ હતી. આ પૂજામાં નેહા તથા તેના પેરેન્ટ્સ જોવા મળ્યાં હતાં. લાલ તથા ગોલ્ડન સાડીમાં નેહા ઘણી જ સુંદર લાગતી હતી.

લગ્નના ફંક્શન ત્રણ દિવસ ચાલ્યા
નેહાએ પૂનામાં પાંચ જાન્યુઆરીએ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યાં હતાં, જેમાં મહેંદી, સંગીત સહિતના ફંક્શન હતાં.

લગ્ન પહેલાં આ વાત કહી
લગ્ન પહેલાં નેહાએ અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે જીવનના આ નવા તબક્કાને લઈ ઘણી જ ખુશ છે. તે પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવાની છે અને તેની સાથે નવું જીવન શરૂ કરવાને લઈ ઘણી જ ઉત્સાહી છે. શાર્દુલનો પરિવાર ઘણો જ સારો છે અને તે અત્યારે પોતાને ખુશનસીબ માને છે. આ પ્રસંગે તે પોતાના શુભેચ્છકોનો આભાર માને છે.

X
લગ્ન બાદ નેહા તથા શાર્દુલલગ્ન બાદ નેહા તથા શાર્દુલ
શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે.શાર્દુલ મહારાષ્ટ્રના પોલિટિકલ પરિવારમાંથી આવે છે.
લગ્ન પહેલાં ફ્રેન્ડ સાથે પોઝ આપતી નેહાલગ્ન પહેલાં ફ્રેન્ડ સાથે પોઝ આપતી નેહા
નેહાએ ગયા વર્ષે ઓગસ્ટમાં શાર્દુલ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતોનેહાએ ગયા વર્ષે ઓગસ્ટમાં શાર્દુલ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો
સંગીત સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલસંગીત સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ
રિંગ સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલરિંગ સેરેમની દરમિયાન નેહા તથા શાર્દુલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી