તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકતાને કોમોલિકાના રોલમાં આમના પસંદ આવી, કહ્યું -તેણે તેને પોતાના રંગમાં રંગી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝિંદગી કે 2’માં વિલન કોમોલિકાનો રોલ આમના શરીફ પ્લે કરી રહી છે. તેણે આ શોમાં હિના ખાનની જગ્યા લીધી છે. હિનાની જેમ આમનાએ પણ રોલને નિભાવવામાં કોઈ કસર છોડી નથી. તેના પર્ફોર્મન્સથી એકતા ઘણી પ્રભાવિત છે. તેનું કહેવું છે કે જો આ કેરેક્ટર માટે કોઈ એક એક્ટ્રેસને પસંદ કરવાની હોય તો તે આમનાને જ પ્રાથમિકતા આપશે.
 
જાણે રોલ આમના માટે જ બન્યો છે 
એકતાએ ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે વાતચીત દરમ્યાન કહ્યું, આમના એકદમ સરસ રીતે કોમોલિકાના રોલમાં ઢળી ગઈ છે. આ ઇન્ડિયન ટેલિવિઝનના ઇતિહાસમાં ઘણું ફેમસ કેરેક્ટર છે અને નેગેટિવ રોલ નિભાવો દરેક માટે સરળ નથી. પરંતુ આમના કોમોલિકાના રોલમાં એ રીતે રંગાય ગઈ છે જાણે તે એના માટે જ બન્યો હોય. મને કોઈ એકને પસંદ કરવું ગમતું નથી પણ જો એવું કરવાનું હોય તો હું આમનાને કોમોલિકાના રોલ માટે પસંદ કરીશ. તેણે કેરેક્ટરને પોતાના રંગમાં રંગી દીધું છે.

પહેલી કોમોલિકા ઉર્વશી હતી 
‘કસૌટી ઝિંદગી કે’ની પહેલી સીઝન 2001થી 2008 સુધી ચાલી હતી. ત્યારે એકતા કપૂરે કોમોલિકાનું કેરેક્ટર લોન્ચ કર્યું હતું. ઉર્વશી ધોળકિયાએ પહેલીવાર આ રોલ નિભાવ્યો હતો. શોની બીજી સીઝન 25 સપ્ટેમ્બર 2018ના શરૂ થઇ હતી જેમાં હિના ખાન કોમોલિકાના રોલમાં હતી. પરંતુ તેના ફિલ્મના કમિટમેન્ટ્સને લઈને તેણે શો છોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...