• Home
  • Bollywood
  • TV
  • Due to the decreasing TRP, the four serials will be closed udaan to kesari nandan

ઓફ એર / ઘટતી જતી TRP ને કારણે 'ઉડાન'થી લઈ 'કેસરી નંદન સહિતની ચાર સિરિયલ બંધ થઈ જશે

Due to the decreasing TRP, the four serials will be closed udaan to kesari nandan
X
Due to the decreasing TRP, the four serials will be closed udaan to kesari nandan

divyabhaskar.com

Jun 04, 2019, 02:04 PM IST

મુંબઈઃ ટીવી પરના ચાર બિગ શો બંધ થવા જઈ રહ્યાં છે. જેમાં 'ઉડાન', 'કેસરી નંદન', 'ઈશ્ક મેં મરજાવા', 'વિષ યા અમૃતઃ સિતારા' સામેલ છે. આ તમામ શો ટીઆરપી ના આવવાને કારણે બંધ થઈ રહ્યાં છે. 'નાગિન 3' પણ હવે બંધ થશે. જોકે, તે ટીઆરપીને કારણે નહીં પણ સ્ટોરી લાઈન પૂરી થઈ જતી હોવાથી આ શો બંધ થઈ રહ્યો છે.

જૂન મહિનામાં આ શો બંધ થશે

1. ઉડાન

કલર્સનો લોકપ્રિય શો 'ઉડાન' 2014માં 18 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થયો હતો. આ શો શરૂઆતમાં ઘણો જ લોકપ્રિય થયો હતો. જોકે, શોમાં જનરેશન ગેપ બાદની સ્ટોરીલાઈન ચાહકોને પસંદ આવી નહીં. આ શો 21 જૂનના રોજ ઓફ એર થશે.

2. ઈશ્ક મેં મરજાવા

કલર્સની જ અન્ય એક સિરિયલ 'ઈશ્ક મેં મરજાવા' બંધ થવાની છે. આ સિરિયલ 20 સપ્ટેમ્બર, 2017ના રોજ શરૂ થઈ હતી. સસ્પેન્સ-થ્રિલર સિરિયલમાં અર્જુન બિજલાની તથા નિયા શર્મા જેવા જાણીતા કલાકારો હતાં. જોકે, આ શો ટીઆરપીની રેસમાં ઘણો જ પાછળ રહી ગયો હતો. આ શોનો લાસ્ટ એપિસોડ 28 જૂને આવશે. આ શોને સ્થાને 'છોટી સરદાની' ટેલિકાસ્ટ કરવામાં આવશે.

3. કેસરી નંદન

વર્ષની શરૂઆતમાં (12 જાન્યુઆરી, 2019) શરૂ થયેલો 'કેસરી નંદન'નો લાસ્ટ એપિસોડ 12 જૂનના રોજ આવશે. આ શોનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. જોકે, આ શો ચાહકોને પસંદ આવ્યો નહીં. સોશિયલ-ડ્રામા આધારિત આ શો બંધ કરવાનો નિર્ણય કલર્સ ચેનલે લીધો છે.

4. વિષ યા અમૃતઃ સિતારા

3 ડિસેમ્બર, 2018ના રોજ શરૂ થયેલી આ સિરિયલ પણ બંધ થવાની છે. આ સિરિયલ પણ કલર્સ પર આવે છે. અદા ખાનનો આ શો 10 જૂનના રોજ બંધ થશે. આ શોના સ્થાને સુપરનેચરલ શો 'વિષ' ઓન એર થશે. આ શોનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.

5. નાગિન 3

ચાહકોમાં 'નાગિન 3' સિરિયલ ઘણી જ લોકપ્રિય હતી. હવે, આ શોના સ્થાને 'કવચ 2' ટેલિકાસ્ટ થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી