બિગ બોસ 13 / દેવોલીના ભટ્ટાચાર્જીને બીમારીને કારણે શોની બહાર જવું પડ્યું, તબિયત સારી થયા પછી કમબેક કરશે

Devolina Bhattacharjee had to come out of the show due to illness, admitted in hospital

  • દેવોલીના હાલ હોસ્પિટલમાં દાખલ છે

Divyabhaskar.com

Dec 01, 2019, 07:54 AM IST

ટેલિવિઝન ડેસ્ક: બિગ બોસ 13 હાલ ઘરમાં થઈ રહેલા ઝઘડાને લીધે ચર્ચામાં છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવત આ શોમાં હવે નવું ટ્વીસ્ટ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન દેવોલીના ભટ્ટાચાર્જીને શોની બહાર જવું પડ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી દેવોલીના ભટ્ટાચાર્જી બીમાર છે, જેને કારણે તે ઘરના કોઈ ટાસ્ક જે કામમાં ભાગ લઈ શકી નથી. આ કારણે તે ઘરની બહાર આવી ગઈ છે. જો કે, તે શોની બહાર નથી આવી તે તબિયત સારી થઈ ગયા પછી એક વાર ફરીથી બિગ બોસ હાઉસમાં પાછી આવી જશે. હાલ તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. વર્ષ 2017માં તેની એક બેક સર્જરી પણ થઈ હતી.

દેવોલીનાનાં ઘરેથી બહાર જવાને કારણે મેકર્સે જાહેરાત કરી છે કે, આ અઠવાડિયે કોઈ એલિમિનેટ નહીં થાય. દેવોલીનાનો બોન્ડિંગ શોમાં રશ્મિ દેસાઈ સાથે સારો દેખાઈ રહ્યો છે. તે બંને પહેલેથી સારા મિત્રો છે. રશ્મિ બિગ બોસ હાઉસમાં દેવોલીનાનું ધ્યાન પણ રાખે છે. ગયા અઠવાડિયે સલમાન કહને મજાકમાં કહી દીધું હતું કે, આરતી સિંહ અને દેવોલીના શોની બહાર થઈ ગયા છે તો રશ્મિ આ સાંભળીને રડી પડી હતી.

X
Devolina Bhattacharjee had to come out of the show due to illness, admitted in hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી