MeToo / અનુ મલિકે કહ્યું, મેં ‘ઈન્ડિયન આઈડલ’ છોડ્યું નથી, ત્રણ અઠવાડિયા બાદ શોમાં પરત ફરીશ

bollywood singer Anu Malik says he hasn’t quit Indian Idol
X
bollywood singer Anu Malik says he hasn’t quit Indian Idol

Divyabhaskar.com

Nov 22, 2019, 03:11 PM IST
મુંબઈઃ ‘ઈન્ડિયન આઈડલ 11’માંથી અનુ મલિકે ફરી એકવાર જજની ખુરશી છોડી દીધી હોવાની ચર્ચા છે. અનુ મલિકે ગુરુવારે (21 નવેમ્બર) જાહેરાત કરી હતી કે તે આ શોમાં હવે કામ કરશે નહીં. વર્ષ 2018મા સિંગર્સ સોના મહાપાત્રા, શ્વેતા પંડિત તથા અન્ય મહિલાઓએ અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ જ કારણથી ગયા વર્ષે પણ અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ’માંથી બહાર નીકળી ગયો હતો. હવે, અનુ મલિકે કહ્યું હતું કે તેણે આ શો છોડ્યો નથી. 

શું કહ્યું અનુ મલિકે?

1. ત્રણ અઠવાડિયામાં શોમાં પરત ફરીશ

અનુ મલિકે કહ્યું હતું કે તેણે આ શો છોડ્યો નથી. ત્રણ અઠવાડિયા બાદ તે ફરી શોમાં પરત ફરશે. તે પોતાને નિર્દોષ સાબિત કરીને પછી આ શોમાં પરત આવશે. કેટલાંક લોકો સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ જે કેમ્પેઈન ચાલે છે, તે તદ્દન ખોટું છે. અનુ મલિકે કહ્યું હતું કે તેણે સિંગર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાને પોતાની વાત રજૂ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે તેની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તે જાહેર કરવામાં આવે. તે તપાસનો સામનો કરવા તૈયાર છે. જોકે, તેની વિરુદ્ધ ચાલતા અભિયાનને તે હવે જવાબ આપશે. આ અભિયાનને તેની ક્યાંયનો રાખ્યો નથી. તે હવે આ તમામ આરોપોમાંથી મુક્ત થવા ઈચ્છે છે. 

2. સોની ટીવીએ ક્યારેય જતા રહેવાનું કહ્યું નથી

અનુ મલિકે વધુમાં કહ્યું હતું કે સોની ટીવીએ ક્યારેય તેને જવાનું કહ્યું નથી. તેણે હંમેશાં સપોર્ટ આપ્યો છે. સોની ટીવીને જો તેના પર કોઈ પણ જાતની શંકા હોત તો તેને બીજીવાર શોમાં બોલાવવામાં આવત જ નહીં. 

3. 42 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે

અનુ મલિકે કહ્યું હતું કે આ દુઃખની વાત છે કે લોકો એ ભૂલી ગયા કે તેણે છેલ્લાં 42 વર્ષથી બેસ્ટ મ્યૂઝિક આપ્યું છે. ટ્વિટર પર લોકો તેની ઈમેજ બગાડવાનો પ્રયાસ કરે છે. લોકો ગમે તે બોલે પરંતુ અહીંયા ભગવાન છે અને તે સંપૂર્ણ સાચો છે. 

હાલમાં જ અનુ મલિકે સો.મીડિયામાં ઓપન લેટર લખ્યો હતો

1. બે દીકરીઓના પિતા હોવાને નાતે આવું વિચારી પણ શકતો નથી

અનુ મલિકે કહ્યું હતું, છેલ્લાં એક વર્ષમાં મારી પર કેટલાંક એવા આરોપો લાગ્યા, જે મેં ક્યારેય કર્યાં નહોતાં. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય તમારી સમક્ષ આવશે. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવે છે. જ્યારથી મારી પર ખોટા આરોપો લાગ્યાં ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા તથા મારા પરિવારનું માનસિક સ્વાસ્થ્ય પર ઘણી જ ખરાબ અસર પડી છે. આ તમામ આરોપોએ મને તથા મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું મારી જાતને હેલ્પલેસ, નજરઅંદાજ તથા અકળાયેલું ફિલ થાય છે. વધુમાં અનુ મલિકે કહ્યું હતું કે આ ઘણું જ શરમજનક છે કે જીવનના આ તબક્કે મારા નામની સાથે આટલાં ગંદા અને ડરામણી ઘટનાઓને સાંકળવામાં આવી. આ પહેલાં કેમ આ અંગે સવાલ કરવામાં ના આવ્યા? આ તમામ આરોપો ત્યારે જ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો. આ એક માત્ર મારી કમાણીનું સાધન છે. હું બે દીકરીઓના પિતા હોવાને નાતે આવું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહશે...પરંતુ આ હસતા ચહેરાની પાછળ હું ઘણી જ તકલીફમાં છું. કોઈ અંધારામાં છું અને મારે બસ ન્યાય જોઈએ. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી