• Home
  • Bollywood
  • TV
  • Bigg Boss 13 Will Not Be Extended, Grand Finale To Held On 15 February

બિગ બોસ 13 / સલમાન ખાનનું વ્યસ્ત શેડ્યુલ હોવાથી સીઝન લંબાવાશે નહીં, 15 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ ફિનાલે થઈ શકે છે

Bigg Boss 13 Will Not Be Extended, Grand Finale To Held On 15 February

Divyabhaskar.com

Jan 22, 2020, 11:52 AM IST

ટેલિવિઝન ડેસ્ક: છેલ્લા ઘણા અઠવાડિયાંથી ચાલી રહેલા વિવાદને લઈને રિયાલિટી શો ‘બિગ બોસ 13’ ચર્ચામાં છે. મેકર્સ આ શોની વધતી જતી લોકપ્રિયતાને જોઈને એપિસોડ વધારવાનું વિચારી રહ્યા હતા. જો કે, હાલમાં મળેલી જાણકારી પ્રમાણે મેકર્સે આ પ્લાન રદ્દ કરી દીધો છે. આની પાછળનું સલમાન ખાનની વ્યસ્તતા માનવામાં આવી રહી છે. આ કારણે શોનો ફિનાલે આવતા મહિને થઈ શકે છે.

શો સાથે સંકળાયેલ વ્યક્તિએ જણાવ્યું કે, મેકર્સ અમુક અઠવાડિયાં માટે શોને હજુ વધારે લંબાવવા માગતા હતા. કારણ કે ગયા વખતની સીઝન કરતાં આ વખતે સારું રેટિંગ અને રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ સલમાન ખાન પોતાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના પ્રિ-પ્રોડક્શનમાં ઘણો વ્યસ્ત છે. જેને કારણે તે એક્સટેન્ડ કરેલ એપિસોડને હોસ્ટ નહીં કરી શકે. આ જાણીને શો ના મેકર્સે એપિસોડ વધારવાનો પ્લાન કેન્સલ કરી દીધો છે.

આ સીઝનને પહેલેથી જ 5 અઠવાડિયાં માટે લંબાવી ચૂકાઈ છે. 29 સપ્ટેમ્બરે બિગ બોસ 13ની શરૂઆત 13 કન્ટેસ્ટન્ટ્સ સાતેહ થઈ હતી. જાન્યુઆરીમાં શોનો ફિનાલે થવાનો હતો, જે હવે 15 ફેબ્રુઆરીએ થાય તેવી સંભાવના છે. જો આ ગણતરીએ જોવા જઈએ તો 140 દિવસનો સમયગાળો અત્યાર સુધીનો સૌથી વધારે છે. એટલું જ નહીં પણ આ એકમાત્ર એવી સીઝન છે કે, જેમાં 12 વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ એન્ટ્રી લઈ ચૂક્યા છે.

X
Bigg Boss 13 Will Not Be Extended, Grand Finale To Held On 15 February
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી