બિગ બોસ 13 / સિદ્ધાર્થ ડેએ અમિષા પટેલને લઈને અશ્લીલ કમેન્ટ કરી, ચેનલે બીપ કરીને ચલાવ્યું

Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel
Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel
Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel

Divyabhaskar.com

Oct 25, 2019, 06:25 PM IST

ટેલિવિઝન ડેસ્ક: રિયાલિટી શો ‘બિગ બોસ 13’માં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ જ લઇ રહ્યું નથી. કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ પર સેક્સિએસ્ટ રિમાર્કને લઈને કોન્ટ્રોવર્સીમાં રહેલ સ્ક્રિપ્ટ રાઇટર સિદ્ધાર્થ ડેનું નવું વિવાદિત સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જે સીઝનના પહેલા એપિસોડમાં તેણે અમિષા પટેલને લઈને આપ્યું હતું. સ્પોટ બોયની ખબર અનુસાર, સિદ્ધાર્થે કહ્યું હતું કે, ‘Ameesha Patel made me w**.’ જોકે, એક્ટ્રેસ આ મામલે ચૂપ રહી હતી.

આખો સીન આવો હતો
પહેલા એપિસોડમાં જયારે સિદ્ધાર્થે શર્ટ ઉતારીને સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવી હતી ત્યારે અમિષા ત્યાં જ કિનારે હાજર હતી. બહાર આવ્યા બાદ સિદ્ધાર્થે એક્ટ્રેસ સાથે ડાન્સના અમુક સ્ટેપ્સ પણ કર્યા હતા. ત્યારબાદ તેણે પોતાનો ડાબો હાથ ઉઠાવ્યો અને કહ્યું, ‘દુનિયાને કહી શકું છું આજ અમિષા પટેલ મેડ મી w**.’ કલર્સ ચેનલ અને તેની એપ વૂટ પર સ્ટેટમેન્ટના છેલ્લા બે શબ્દોને બીપ કરીને ચલાવી દેવામાં આવ્યા હતા. અમિષાએ શોમાં ઘરના માલિક તરીકે એન્ટ્રી લીધી હતી.

અમિષા અસહજ થઇ ગઈ હતી
સ્વાભાવિક વાત છે કે અમિષા સિદ્ધાર્થના સસ્ટેટમેન્ટથી અસહજ થઇ ગઈ હતી. તેને ઘણું ખરાબ લાગ્યું હતું. જોકે, તે કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચુપચાપ સિદ્ધાર્થથી દૂર ચાલી ગઈ હતી. કારણકે તે મામલાને આગળ વધારવા માગતી ન હતી. હજુ પણ એક્ટ્રેસે આ કિસ્સામાં મૌન સાધ્યું છે. રિપોર્ટમાં શોમાંથી એલિમિનેટ થઇ ચૂકેલ અબુ મલિકના હવાલાથી લખવામાં આવ્યું છે કે, અમિષાને લઈને આપવામાં આવેલું સિદ્ધાર્થનું સ્ટેટમેન્ટ ઘણું અશ્લીલ હતું. તેનો બોલવા પર કોઈ કન્ટ્રોલ નથી.

X
Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel
Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel
Bigg Boss 13 Siddharth Day Makes Sexist Comments About Amisha Patel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી