તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન ખાને કન્ટેસ્ટન્ટ અને તેમને કામ અપાવવાની નૈતિક જવાબદારી લીધી, કહ્યું - શોને હેન્ડલ કરવો મુશ્કેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: સલમાન ખાનનું કહેવું છે કે ‘બિગ બોસ’માં ભાગ લેનારને કામ અપાવવાની તેની નૈતિક જવાબદારી છે. તેણે આ વાત હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કરી હતી. સલમાને કહ્યું હતું કે, ‘ક્યારેક ક્યારેક કન્ટેસ્ટન્ટ્સ જાણતા અજાણતા અમુક ભૂલો કરે છે. માટે એ નિશ્ચિત કરવાની જવાબદારી મારી છે કે શોમાંથી બહાર નીકળ્યા પછી તેમને વધુમાં વધુ કામ મળે અને તેઓ પહેલાં જેવા જ સારા માણસ બની જાય.’

ટીવી પર આવ્યો તો લોકો મારી ફિલ્મો ભૂલી ગયા: સલમાન 
સલમાન એવું માને છે કે ફિલ્મ, ટીવી અને વેબ એમ ત્રણેયમાં સૌથી વધુ ટીવીનો વ્યાપ છે. તેણે કહ્યું કે, ‘જ્યારે મેં દસ કા દમ (2008)થી ટીવી પર ડેબ્યુ કર્યું તો લોકો મારી ફિલ્મો ભૂલી ગયા હતા. શોના બીજા અઠવાડિયાં સુધી તેમને મારી કોઈપણ ફિલ્મો યાદ ન હતી. તેઓ મૈંને પ્યાર ક્યોં કિયા, કરન અર્જુન વગેરે ભૂલી ગયા અને યાદ રહ્યું તો માત્ર દસ કા દમ. પછી બિગ બોસ (2010)માં આવ્યો અને આ શોથી હું સામાન્ય માણસો સાથે જોડાવા આવ્યો હતો. પરંતુ તેને હેન્ડલ કરવું ઘણું અઘરું છે.’


સલમાન ખાન છેલ્લે ‘ભારત’ ફિલ્મમાં દેખાયો હતો. તેની આગામી ફિલ્મ ‘દબંગ 3’ છે જે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...