ન્યૂ પ્રોમો / ‘બિગ બોસ 13’માં હાઈ સ્પીડ ધમાલની સાથે સાથે ગ્લેમર જોવા મળશે

'Bigg Boss 13' new promo released

Divyabhaskar.com

Sep 01, 2019, 02:36 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’માં આ વખતે નવું શું થશે, તેને લઈ ચર્ચાઓ થતી રહે છે. સલમાન ખાન હાલમાં જ સુરભી જ્યોતિ તથા કરણ વાહી સાથે એક નવા પ્રોમોમાં જોવા મળ્યો હતો.

શું છે પ્રોમોમાં?
કલર્સ ટીવીએ રિલીઝ કરેલાં આ પ્રોમોમાં સલમાન ખાન કહે છે કે આ વખતે સ્ટાર્સ ‘બિગ બોસ’માં જોવા મળશે. કેટલાંક ભાગતા ભાગતા પ્રેમ કરશે. આ પ્રોમોને શૅર કરીને કલર્સ ટીવીએ કેપ્શન આપ્યું હતું કે હાઈ સ્પીડ ધમાલ તથા સેલિબ્રિટીઝનું ગ્લેમર આ સિઝનમાં જોવા મળશે.

29 સપ્ટેમ્બરે શરૂ થશે
હજી સુધી ‘બિગ બોસ 13’ની ઓફિશિયલ રિલીઝ ડેટ સામે આવી નથી પરંતુ ચર્ચા છે કે આ વખતે શો 29 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. શોમાં ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્જી, આદિત્ય નારાયણ, મુગ્ધા ગોડસે જેવા સેલેબ્સ આવે તેવી ચર્ચા છે.

X
'Bigg Boss 13' new promo released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી