બિગ બોસ 13 / હિન્દુસ્તાની ભાઉની પત્નીએ પોલીસ ફરિયાદ કરી, ફેક ફેમિલી મેમ્બરથી મીડિયાને દૂર રહેવા વિનંતી કરી

Bigg Boss 13: Hindustani Bhau's wife files complaint against contestant's 'fake' family members
Bigg Boss 13: Hindustani Bhau's wife files complaint against contestant's 'fake' family members

Divyabhaskar.com

Nov 25, 2019, 11:53 AM IST

ટેલિવિઝન ડેસ્ક: સલમાન ખાનના શો ‘બિગ બોસ 13’માં વિકાસ ફાટક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ કન્ટેસ્ટન્ટ છે. હિન્દુસ્તાની ભાઉની પત્ની અશ્વિનીએ પોલીસ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયામાં હિન્દુસ્તાની ભાઉ વિશે જે ખોટા સ્ટેટમેન્ટ ફેલાઈ રહ્યા છે તેની હાથે લખેલી નોટથી ખાર પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ ફરિયાદ કરી છે.

હાથે લખેલ લેટર 24 નવેમ્બરનો છે જેમાં લખ્યું છે કે, હિન્દુસ્તાની ભાઉ વિરુદ્ધ ઘણા અયોગ્ય અને ફેક મેસેજ, સ્ટેટમેન્ટ્સ અને વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. લોકો તેમને તેના ફેમિલી મેમ્બર તરીકે ગણાવી રહ્યા છે અને ખુદને તેના ભાઈ, આંટી તરીકે ગણાવી રહ્યા છે પરંતુ તેઓ કોઈ તેમના પરિવારના સભ્યો નથી. અમારા પરિવારમાં મારા સાસુ, મારો દીકરો, મારી માતા, પિતા અને હિન્દુસ્તાની ભાઉનો નેફ્યૂ સંદેશ છે.

આ લેટરથી જાણ કરું છું કે જો બહારના કોઈ વ્યક્તિ દ્વારા મિસકન્ડકટ અથવા મિસયુઝ કરવામાં આવશે તો તેના માટે અમે જવાબદાર નથી. તેણે મીડિયાને વિનંતી કરી છે કે તેઓ ફેક રિલેટિવ્સના ઇન્ટરવ્યૂ ન લે અને હિન્દુસ્તાની ભાઉ વિરુદ્ધ હોય તેવા ખોટા વીડિયો અને મેસેજ અપલોડ ન કરે જેનાથી કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય.

X
Bigg Boss 13: Hindustani Bhau's wife files complaint against contestant's 'fake' family members
Bigg Boss 13: Hindustani Bhau's wife files complaint against contestant's 'fake' family members

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી