બિગ બોસ 13 / આજે અડધી રાત્રે શો પૂરો થશે, 140 દિવસ સુધી ચાલેલ અત્યાર સુધીની ‘બિગ બોસ’ની સૌથી લાંબી સીઝન

Bigg Boss 13 Grand Finale On 15 February 2020

Divyabhaskar.com

Feb 15, 2020, 11:34 AM IST

ટેલિવિઝન ડેસ્ક: હોસ્ટ સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 13’નો ગ્રાન્ડ ફિનાલે આજે રાત્રે ટેલિકાસ્ટ થશે. બિગ બોસના ટ્વિટર હેન્ડલ પર શનિવારે ગ્રાન્ડ ફિનાલે છે એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.

બિગ બોસના ઇતિહાસની સૌથી લાંબી સીઝન

29 સપ્ટેબરના રોજ 13 કન્ટેસ્ટન્ટ સાથે શોની શરૂઆત થઇ હતી અને જાન્યુઆરીમાં શો પૂરો થવાનો હતો. પરંતુ લોકપ્રિયતાને જોઈને શોને 5 અઠવાડિયાં માટે લંબાવી દેવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીના રોજ શોનો અંત થશે. એટલે આ સીઝન 140 દિવસની છે અને આ બિગ બોસના ઇતિહાસની સૌથી લાંબી સીઝન છે. આટલું જ નહીં આ પહેલી એવી સીઝન છે જેમાં અત્યારસુધી 12 વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ એન્ટ્રી લઇ ચૂક્યા છે.

ગૂગલ પર પારસને વિનર દેખાડવામાં આવ્યો
ગૂગલ પર BigBoss 13 winner વર્ડ સર્ચ કરતાં પારસ છાબડાનું નામ સામે આવી રહ્યું છે. જોકે સલમાન ખાન કે બીજા કોઈ મોટા સ્ટાર્સે આ વિશે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. વિનર અનાઉન્સ થવામાં હજુ વાર છે અને ગૂગલ પર 19 કલાક પહેલાંના સર્ચ પર માત્ર 0.67 સેકન્ડમાં પારસનું નામ સામે આવે છે.

X
Bigg Boss 13 Grand Finale On 15 February 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી