ફેરફાર / ‘બિગ બોસ 13’ને એક્સટેન્શન મળ્યું, હવે આવતા વર્ષે 16 ફેબ્રુઆરીએ ગ્રાન્ડ ફિનાલે યોજાશે

'Bigg Boss 13' gets extension, now GRAND FINALE To Take Place On February 16, 2020

Divyabhaskar.com

Nov 27, 2019, 07:04 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય શો છે. હાલમાં આ શો ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળી રહ્યો છે. શોની વધતી જતી ટીઆરપીને કારણે મેકર્સે આ શોને એક મહિનો વધુ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ શો હવે પાંચ અઠવાડિયા વધુ ચાલશે.

નવી ગ્રાન્ડ ફિનાલે ડેટ એનાઉન્સ થઈ
પહેલાં આ શોની ગ્રાન્ડ ફિનાલે 12 જાન્યુઆરી, 2020એ હતી. જોકે, હવે, આ શોની ગ્રાન્ડ ફિનાલે 16 ફેબ્રુઆરી, 2020મા યોજાશે. પહેલાં સલમાન ખાને બિઝી હોવાને કારણે શોને હોસ્ટ કરવાની ના પાડી દીધી હતી. જોકે, હવે આ શો પાંચ અઠવાડિયા વધુ ચાલશે તેની પુષ્ટિ કરી દેવામાં આવી છે.

શોમાં આ જોડીઓ જોવા મળે છે
‘બિગ બોસ’ના ઘરમાં અસીમ રિયાઝ તથા હિમાંશી ખુરાનાની જોડી દર્શકોને પસંદ આવી રહી છે. તો સિદ્ધાર્થ શુક્લા તથઆ શહનાઝ ગિલ વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. હાલમાં શોમાં આરતી સિંહ, અસીમ રિયાઝ, દેવોલિના ભટ્ટાચાર્જી, હિમાંશી ખુરાના, માહિરા શર્મા, પારસ છાબરા, રશ્મિ દેસાઈ, શૈફાલી જરીવાલા, શહનાઝ ગીલ, સિદ્ધાર્થ શુક્લા, હિન્દુસ્તાની ભાઉ તથા વિશાલ આદિત્ય સિંહ છે.

પાંચ અઠવાડિયા માટે સલમાન ખાનને ફી ઉપરાંત બે કરોડ એક્સ્ટ્રા મળશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાને વધારાના પાંચ અઠવાડિયા માટે શોને હોસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. જોકે, ચેનલે સલમાન ખાનને પૈસાની લોભામણી લાલચ આપીને પાંચ અઠવાડિયા માટે મનાવી લીધો છે. ચર્ચા છે કે સલમાન ખાનને ફી ઉપરાંત વધારાના પ્રતિ એપિસોડ બે કરોડ રૂપિયા મળશે. અઠવાડિયામાં ‘બિગ બોસ 13’ના બે એપિસોડમાં સલમાન ખાન આવે છે એટલે સલમાન ખાન પાંચ અઠવાડિયામાં 10 વાર શોમાં જોવા મળશે. એ પ્રમાણે, સલમાન ખાનને વધારાના 20 કરોડ રૂપિયા મળશે. સલમાનની ફી પ્રતિ વીક 17 કરોડ રૂપિયા છે, એ હિસાબે સલમાનને (17*5) 85 કરોડ રૂપિયા તો મળશે અને તેમાં 20 કરોડ રૂપિયા ઉમેરવામાં આવે એટલે ટોટલ પાંચ અઠવાડિયામાં સલમાનને 105 કરોડ રૂપિયા મળશે.

X
'Bigg Boss 13' gets extension, now GRAND FINALE To Take Place On February 16, 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી