ન્યૂ લુક / રશ્મિ દેસાઈ ‘નાગિન 4’માં શલાખાનું પાત્ર ભજવશે, તસવીરો શૅર કરી

bigg boss 13 ex contestant Rashami Desai shares new look from Naagin 4 as Shalakha

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 06:29 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ 13’ની પૂર્વ સ્પર્ધક તથા એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં ત્રણ તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં રશ્મિ દેસાઈ પલંગ પર બેઠી છે અને તેણે ગોલ્ડન તથા પિંક રંગનો લહેંગો પહેર્યો છે તથા ગ્રીન રંગની ઓઢણી ઓઢી છે. આ તસવીરો રશ્મિ દેસાઈની ટીવી સિરિયલ ‘નાગિન 4’ની છે. આ શોમાં રશ્મિ દેસાઈ શલાખાનો રોલ પ્લે કરવાની છે.

ચાહકોએ શ્રીદેવી સાથે સરખામણી કરી
આ તસવીરો શૅર કર્યાં બાદ ચાહકોએ રશ્મિ દેસાઈની સ્વ. શ્રીદેવી સાથે તુલના કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે શ્રીદેવીની યાદ આવી ગઈ. તો અન્ય એકે કહ્યું હતું કે તે માત્રને માત્ર રશ્મિને કારણે જ આ સિઝન જોશે. તો એક યુઝરે કહ્યું હતું કે તે ઢિંગલી જેવી લાગે છે અને તેના જેટલું ટીવીમાં કોઈ આકર્ષક નથી.

હાલમાં જ પ્રોમો રિલીઝ કર્યો
રશ્મિએ હાલમાં જ ‘નાગિન 4’નો પ્રોમો શૅર કર્યો હતો, જેમાં તે શલખા તરીકે જોવા મળી હતી. માટીના સ્ટેચ્યૂમાંથી શલાખા જીવતી પાછી આવે છે, તે રીતનો આ પ્રોમો હતો. ઉલ્લેખનીય છે કે ‘નાગિન 4’ સુપરનેચરલ સીરિઝ છે. આ સિરિયલને બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ સીરિઝની 3 સિઝન ચાહકોમાં ઘણી જ લોકપ્રિય રહી હતી. ટીઆરપી લિસ્ટમાં ‘નાગિન’ની ત્રણેય સિઝન ટોચ પર જોવા મળતી હતી.

X
bigg boss 13 ex contestant Rashami Desai shares new look from Naagin 4 as Shalakha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી