રિપોર્ટ / હોરર થીમ સાથે ‘બિગ બોસ’ની 13મી સીઝન શરૂ થશે, ઘોસ્ટ્સ અને પ્લેયર્સ ટીમ આમને સામને ટકરાશે

Bigg Boss 13: contestants will be divided in two groups, Salman Khan to make sure first week elimination

Divyabhaskar.com

Sep 12, 2019, 06:48 PM IST

ટેલિવિઝન ડેસ્ક: કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સીઝન આ મહિને શરૂ થઇ શકે છે. આ વખતે શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ આ વખતે કન્ટેન્સ્ટન્ટ કાચની દીવાલવાળા ઘરમાં રહેશે. સાથે જ સીઝનની થીમ હોરર રાખવામાં આવી છે. અંગ્રેજી એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ સાઈટ મુજબ, કન્ટેન્સ્ટન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ઓછામાં ઓછા 6 સભ્યો હશે. આ ગ્રુપ્સને ઘોસ્ટ્સ અને પ્લેયર્સ નામ આપવામાં આવશે.

પ્લેયર્સ ટીમના સભ્યોએ ઘોસ્ટ્સ ટીમના સભ્યોને બેનકાબ કરીને ઘરમાં એન્ટ્રી માટેનો રસ્તો બનાવવાનો રહેશે. જ્યારે ઘોસ્ટ્સ ટીમ ખુદ બેનકાબ થવાથી બચવાની અને પ્લેયર્સને અંદર જવાથી રોકવાની ટ્રાય કરશે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પહેલા અઠવાડિયાંનું એલિમિનેશન ખુદ હોસ્ટ સલમાન ખાન કરશે. તે આ નિર્ણય કન્ટેસ્ટન્ટના પર્ફોર્મન્સના આધારે લેશે. સાથે આગળના અઠવાડિયાંના નોમિનેશન પણ તેના હાથમાં જ હશે.

રિપોર્ટમાં બંને ગ્રુપના સંભવિત સદસ્યોના નામ પણ જણાવવામાં આવ્યા છે. ઘોસ્ટ્સ ટીમમાં મેઘના મલિક, પવિત્રા પુનિયા અને માહિકા શર્મા સહીત 6 સભ્યો હશે. જ્યારે પ્લેયર્સ ટીમમાં દેવોલીના ભટ્ટાચાર્જી, રશ્મિ દેસાઈ, દયાનંદ શેટ્ટી, રાજપાલ યાદવ, સિદ્ધાર્થ શુક્લા હશે. કેપ્ટનનો રૂમ ગઈ સીઝનની સરખામણીમાં મોટો હશે અને તેને કોઈ સ્પેશિયલ પાવર આપવામાં આવશે.

X
Bigg Boss 13: contestants will be divided in two groups, Salman Khan to make sure first week elimination

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી