રિજેક્ટ / ‘બિદાઈ’ ફૅમ એક્ટર અંગદ હસીજાએ ‘બિગ બોસ 13’ની ઓફર ઠુકરાવી

Bidaai fame Angad Hasija rejected the Bigg Boss 13 offer
X
Bidaai fame Angad Hasija rejected the Bigg Boss 13 offer

Divyabhaskar.com

Sep 02, 2019, 03:28 PM IST
મુંબઈઃ લોકપ્રિય ટીવી સિરિયલ ‘બિદાઈ’માં લીડ રોલ પ્લે કરનાર અંગદ હસીજાએ ખુલાસો કર્યો હતો કે ‘બિગ બોસ 13’ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે આ ઓફર રિજેક્ટ કરી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અંગદે ‘બિગ બોસ 13’ અંગે વાત કરી હતી.

શું કહ્યું અંગદ હસીજાએ?

1. કેમ ના પાડી?

અંગદે કહ્યું હતું કે તેને આ વર્ષે ‘બિગ બોસ’ની ઓફર મળી હતી. જોકે, તેણે આ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તેને લાગે છે કે ‘બિગ બોસ’ તેના માટે નથી. વધુમાં તેણે કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક તમને લાગે છે કે આ ખાસ વસ્તુ તમારા માટે નથી. તેને લાગે છે કે તે ‘બિગ બોસ’ના ઘરમાં સર્વાઈવ કરી શકે તેમ નથી.

2. પહેલાં પણ ઓફર મળી હતી

અંગદે આગળ કહ્યું હતું કે ‘બિગ બોસ’ ના કરવાનું કારણ તેનો સ્વભાવ છે. તેને આ પહેલાં પણ ‘બિગ બોસ’ની ઓફર મળી હતી. જોકે, તે આ ઓફર ક્યારેય સ્વીકારતો નથી. દર વખતે એવી ચર્ચા થતી હોય છે કે તે શોમાં જવાનો છે. જોકે, તે સ્પષ્ટતા કરે છે કે તે ઘરની અંદર જવાનો નથી.

3. ‘બિદાઈ’ને કારણે લોકપ્રિય થયો

અંગદ હસીજાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘બિદાઈ’થી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તેણે ‘ફુલવા’, ‘રામ મિલાઈ જોડી’, ‘અમૃત મંથન’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે વેબ શો ‘ઈશ્ક આજકલ’માં પણ કામ કર્યું હતું.

4. ‘બિગ બોસ 13’ના બે પ્રોમો રિલીઝ થયા

અત્યાર સુધી સલમાન ખાનના ‘બિગ બોસ 13’ના બે પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા છે. આ વખતે ઘરની અંદર માત્ર સેલિબ્રિટીઝ જ જોવા મળશે. આ શો 29 સપ્ટેમ્બરે શરૂ થાય તેવી શક્યતા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી