બ્રેકઅપ / ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અશ્મિત પટેલ તથા મહક ચહલની સગાઈ તૂટી ગઈ

Ashmit Patel-Maheck Chahal call it quits after getting engaged in 2017

Divyabhaskar.com

Jan 12, 2020, 04:37 PM IST

મુંબઈઃ અમીષા પટેલના ભાઈ અશ્મિત પટેલ તથા મહક ચહલે વર્ષ 2017માં સગાઈ કરી હતી. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી લીવ-ઈનમાં રહેતા હતાં. આટલું જ નહીં આ બંનેએ રિયાલિટી શો ‘પાવર કપલ’માં ભાગ પણ લીધો હતો. ચર્ચા હતી કે બંને વર્ષ 2018માં લગ્ન કરવાના હતાં. અશ્મિતે કહ્યું હતું કે મહક ગુરુદ્વારામાં લગ્ન કરવા ઈચ્છતી હતી અને તેથી જ તેમણે યુરોપમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ મુંબઈમાં રિસેપ્શન આપવાના હતાં. જોકે, બે વર્ષ બાદ બંનેએ સગાઈ તોડી નાખી છે.

સગાઈ તોડી નાખી
સૂત્રોના મતે, અશ્મિત તથા મહકની સગાઈને બે વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે અને તેઓ ડેસ્ટિનેશન મેરેજની તૈયારીઓ પણ કરતાં હતાં. જોકે, તેમની વચ્ચે કેટલીક બાબતોને લઈ ઈશ્યૂ થતાં તેમણે લગ્ન પાછા ઠેલી દીધા હતાં. જોકે, હવે માનવામાં આવે છે કે બંને વચ્ચે કમ્પેટિબિલિટિને લઈ ઈશ્યૂ હતા અને બંનેએ આ મુદ્દે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની વચ્ચે મનમેળ થયો નહોતો. થોડાં મહિના પહેલાં જ બંનેએ સગાઈ તોડીને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

શું કહ્યું એક્સ કપલે?
મહકે આ વાતનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે તેણે અશ્મિત સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને તેણે આ પગલું ભરવું પડે તેમ હતું અને તે જીવનમાં આગળ વધી ગઈ છે તો અશ્મિતે કહ્યું હતું કે તે અને મહક સાથે નથી. આ તેમનો અંગત પ્રશ્ન છે અને તે આના પર વધુ વાત કરવા ઈચ્છતો નથી.

છેલ્લાં 12 વર્ષથી એકબીજાને ઓળખે છે
અશ્મિતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને મહક છેલ્લાં 12 વર્ષથી એકબીજાના ફ્રેન્ડ્સ છે. તેમની મુલાકાત કોમન ફ્રેન્ડની મદદથી થઈ હતી અને તેઓ બાંદ્રાના એક જ જીમમાં જતા હતાં અને અહીંયા તેઓ અવાર-નવાર સાથે વર્ક આઉટ કરતાં હતાં. એક દિવસ વરસાદ પડ્યો હતો અને મહક પોતાની કાર લઈને આવી નહોતી. તેથી જ તે તેને કારમાં મૂકવા ગયો હતો. અહીંયા રસ્તામાં બંને મકાઈ ખાવા માટે ઊભા રહ્યાં હતાં અને તેમણે સાંજથી લઈ રાત સુધી વાતો કરી હતી. આ સમયે બંનેને લાગ્યું હતું કે તેઓ એકબીજા માટે ખાસ છે. નોંધનીય છે કે અશ્મિત પટેલ ‘બિગ બોસ 4’માં જોવા મળ્યો હતો જ્યારે મહક ‘બિગ બોસ 5’માં જોવા મળી હતી. મહકે ફિલ્મ્સ તથા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. અશ્મિતે ફિલ્મ ‘ઈંતેહા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘મર્ડર’, ‘સિલસિલે’, ‘ફાઈટ ક્લબ’, ‘બનારસ’ તથા ‘જય હો’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તો મહક ‘નઈ પડોસન’, ‘વોન્ટેડ’ તથા ‘યમલા પગલા દિવાના’માં જોવા મળી હતી.

X
Ashmit Patel-Maheck Chahal call it quits after getting engaged in 2017

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી