કમબેક / અનુ મલિક ટીવી પર પરત ફરશે, ‘સુપરસ્ટાર સિંગિંગ’ શોમાં જોવા મળશે

Anu Malik returns to TV, will be seen in 'Superstar Singing' show

Divyabhaskar.com

Jul 23, 2019, 12:05 PM IST

મુંબઈઃ વર્ષ 2018માં બોલિવૂડમાં MeToo કેમ્પેઈનમાં ઘણાં સ્ટાર્સના નામ સામે આવ્યા હતાં. એમાંથી જ એક નામ અનુ મલિકનું હતું. MeTooમાં નામ આવ્યા બાદ અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડોલ 10’માંથી પણ હાંકી કાઢવામાં આવ્યો હતો. હવે, ચર્ચા છે કે અનુ મલિક ‘સુપરસ્ટાર સિંગિંગ’માં ગેસ્ટ તરીકે જોવા મળશે.

ગીતકાર સમીર સાથે આવે તેવી ચર્ચા
સૂત્રોના મતે, અનુ મલિક ‘સુપરસ્ટાર સિંગિંગ’માં ગેસ્ટ તરીકે આવી શકે છે. અનુ મલિક શોમાં ગીતકાર સમીર સાથે મહેમાન બનીને આવશે. બંનેએ અનેક ગીતોમાં સાથે કામ કર્યું છે. અનુ મલિક તથા સમીર આગામી એપિસોડમાં સાથે જોવા મળશે.

‘ઈન્ડિયન આઈડલ 11’માં જજ બને તેવી શક્યતા
આ પહેલાં ચર્ચા હતી કે અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ 11’માં જજ બની શકે છે. ચેનલ અનુ મલિકના નામ પર વિચાર કરી રહી છે. જોકે, હજી સુધી આ શો શરૂ થયો નથી, એટલે અનુ મલિક શોમાં જોવા મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

શ્વેતા તથા સોનાએ સોશિયલ મીડિયામાં અનુ મલિક પર આરોપો લગાવ્યા હતાં
શ્વેતા પંડિતે ટ્વિટર પર MeToo કેમ્પેઈન હેઠળ આ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે અનુ મલિકે તેને કિસ કરવાનું કહ્યું હતું. તો સોના મહાપાત્રાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ લખીને કહ્યું હતું, 'હું તમામ યુવતીઓ તથા મહિલાઓને ચેતવણી આપવા માગીશ કે તેઓ કૈલાશ ખેર તથા અનુ મલિક જેવા લોકોથી સાવધ રહે.' ત્યારબાદ સોનાએ ટ્વીટ કરીને ચેનલને અનુ મલિક વિરૂદ્ધ એક્શન લેવાનું કહ્યું હતું. જોકે, અનુ મલિકે પોતાની પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતાં. અનુ મલિકે ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે ‘ઈન્ડિયન આઈડલ 10’ છોડવાનો નિર્ણય તેનો પોતાનો હતો, ચેનલે તેને શો છોડવા માટે કહ્યું નહોતું.

X
Anu Malik returns to TV, will be seen in 'Superstar Singing' show
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી