MeToo / ‘ઈન્ડિયન આઈડલ’માંથી અનુ મલિક બહાર, હવે સોના મહાપાત્રાએ ચેનલ પર પ્રહારો કર્યાં

Anu Malik out of 'Indian Idol', now gold magnate strikes channel
X
Anu Malik out of 'Indian Idol', now gold magnate strikes channel

Divyabhaskar.com

Nov 22, 2019, 11:54 AM IST
કિરણ જૈન, મુંબઈઃ મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક ‘ઈન્ડિયન આઈડલ’માંથી નીકળી ગયો છે. સોના મહાપાત્રાએ સોશિયલ મીડિયામાં અનુ મલિકનો સતત વિરોધ કર્યો હતો. જોકે, સોનાની આ લડાઈ માત્ર અનુ મલિક માટે નહોતી પરંતુ તે તમામ પુરુષો માટે છે, જેમને લાગે છે કે તેઓ કંઈ પણ કરશે અને કોઈ તેમનું કંઈ જ બગાડી શકશે નહીં. સોના મહાપાત્રાએ હવે કહ્યું હતું કે અનુ મલિકને આટલા સમય સુધી શોમાં રાખવા બદલ ચેનલે જાહેર જનતાની માફી માગવી જોઈએ. 

શું કહ્યું સોના મહાપાત્રાએ?

1. શરમજનક ઘટના

divyabhaskar.com સાથેની વાતચીતમાં સોના મહાપાત્રાએ કહ્યું હતું, અનુ મલિકને શોમાંથી બહાર કાઢ્યો તે વાત સેલિબ્રેશન કરવા જેવી છે. અત્યાર સુધી થોડીક જ સ્ત્રીઓ સામે આવી હતી અને અનુ મલિક વિરુદ્ધ બોલી હતી. જોકે, વિશ્વાસ રાખો આવી અનેક સ્ત્રીઓ છે, જે પહેલાં આગળ આવવા તૈયાર નહોતી પરંતુ હવે તે મારી સાથે છે. અમે બધા ભેગા મળીને છેલ્લાં એક વર્ષથી આ લડાઈ લડી રહ્યાં છીએ. મારે કોઈ અબળા નારી બનીને આ કેમ્પેઈન કરવું નહોતી પરંતુ એક સ્ટ્રોંગ વુમન બનીને આ ગંદકીને હટાવવી છે. આ લડાઈ એટલી સરળ નથી. ઘણાં લોકો અનુ મલિક વિરુદ્ધ બોલ્યા છે પરંતુ તેઓ સામે આવ્યા નથી. જોકે, હવે તેઓ સામે આવવા તૈયાર છે. આટલાં ગંભીર આરોપો બાદ પણ અનુ મલિકને નેશનલ ટીવી પર જોવો શરમજનક ઘટના છે. 

2. ચેનલે માફી માગવી જોઈએ

સોનાએ આગળ કહ્યું હતું, તમે વિચારો, એક વ્યક્તિ આટલી ગંદી હરકત કરે છે અને આજે તે નેશનલ ચેનલ પર ગર્વ સાથે ઊભો રહે છે અને પોતાની સિદ્ધિઓની વાત કરે છે. મારા હિસાબે સૌથી પહેલાં ચેનલે જાહેરમાં માફી માગવી જોઈએ, કારણ કે ચેનલે આ નિર્ણય લેવામાં આટલો સમય લગાવ્યો. સૌથી પહેલાં તો ચેનલના લોકોને શરમ આવવી જોઈએ કે માત્ર ટીઆરપીને કારણે અનુને ફરીથી શોમાં લીધો. ચેનલને લાગ્યું કે મીટૂ કેમ્પેઈન ઠંડું પડી ગયું છે અને કોઈનું કંઈ થવાનું નથી. અનુ મલિક વિરુદ્ધ જેટલાએ પણ અવાજ ઉઠાવ્યો હતો, તે શાંત થઈ જશે પરંતુ આવું ક્યારેય નહોતું. જેટલા લોકોએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો તેમણે સિસ્ટમમાં ફેરફાર માટે જ આમ કર્યું હતું. ફેરફાર રાતોરાત આવતો નથી. હું આ યુદ્ધમાં આવી છું અને ક્યારેય પીછેહઠ કરીશ નહીં. 

3. સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપીઓને કામ આપનારી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ

સોનાએ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને ઓપન લેટલ લખીને અનુ મલિકના કેસમાં દખલ કરવાની અપીલ કરી હતી. આ અંગે સોનાએ કહ્યું હતું, આ જરૂરી હતું. જેવી રીતે મેં કહ્યું કે આપણી સિસ્ટમમાં થોડો ફેરફાર જરૂરી છે. સ્મૃતિજી ઘણું જ સારું કામ કરી રહ્યાં છે અને હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સરકારને યૌન અપરાધીઓના ડેટાબેઝ બનાવવાની વાત કરી હતી. જે સંસ્થા સેક્સ્યૂલ હેરેમેન્ટના આરાપીઓને કામ આપે છે, તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી આવા લોકોને પ્રોત્સાહન ના મળે. અનુ મલિક પર આટલા આરોપો હોવા છતાંય તે ફરીવાર જજ બન્યો. આમાંથી આપણી જનરેશન શું શીખે છે? દેશવાસીઓ માટે આ ઘણો જ ખતરનાક સંદેશ છે. આ જ કારણથી મેં ઓપન લેટર લખ્યો હતો. 

4. વિશાલ દદલાણીનો જવાબ સાંભળીને આંચકો લાગ્યો

સોનુએ અનુ મલિકને લઈ શોના બીજા જજ વિશાલ દદલાણી સાથે વાત કરી હતી. આ અંગે સોનાએ કહ્યું હતું, વિશાલ અનેક મુદ્દા પર બોલે છે. આથી જ મેં વિશાલને અનુ મલિક વિરુદ્ધ કેમ કંઈ બોલતો નથી, તે અંગે પૂછ્યું હતું. તેણે એવો જવાબ આપ્યો હતો કે સોના, તું એક કામ કરે, સોની ટીવીની ઓફિસની સામે એક વિરોધ પ્રદર્શન કર. મને આ નિવેદન ઘણું જ શરમજનક લાગ્યું હતું. જોકે, હું એ વાતથી ખુશ છે કે થોડાંક લોકો સિવાય મને દેશના અનેક લોકોએ સપોર્ટ કર્યો, તેમને કારણે જ આજે હું અહીં સુધી આવી શકી છું. આ લડાઈ હજી પણ ચાલુ રહેશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી