• Home
  • Bollywood
  • TV
  • Anu Malik once again leaves the 'Indian Idol' show after notice from the Women's Commission

MeToo ઈફેક્ટ / અનુ મલિક ફરી એકવાર ‘ઈન્ડિયન આઈડલ’માંથી બહાર, મહિલા આયોગની નોટિસ બાદ શો છોડ્યો

Anu Malik once again leaves the 'Indian Idol' show after notice from the Women's Commission

Divyabhaskar.com

Nov 22, 2019, 11:12 AM IST

મુંબઈઃ મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક ફરી એકવાર રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’માંથી બહાર નીકળી ગયો છે. મલિક પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટના આરોપો હતાં અને તેને કારણે શો છોડ્યો છે. ચેનલે આ વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, હજી સુધી એ નક્કી થયું નથી કે અનુ મલિકના સ્થાને કોણ આવશે.

આ કારણે શો છોડ્યો
ગુરુવારના (21 નવેમ્બર) રોજ સિંગર સોના મહાપાત્રાએ મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને ઓપન લેટર લખ્યો હતો અને આ મામલે દખલગીરી કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગે આ બાબત ધ્યાનમાં લીધી હતી અને સોની ટીવી પાસેથી આ મામલે સ્પષ્ટતા માગી હતી. સોની ટીવીના અધ્યક્ષ રોહિત ગુપ્તાને નોટિસ આપવામાં આવી હતી.

સોનાએ લેટરમાં શું કહ્યું?
સોનાએ લેટરમાં સોની ટીવી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું, તે સંસ્થાઓનું શું, જે આવા આરોપો હોવા છતાંય લોકોને પોતાના ક્યાં કામ આપે છે. આમાંથી સોની ટીવી એક છે. અનુ મલિક પર અનેક મહિલાઓએ આરોપ મૂક્યા હોવા છતાંય ચેનલે આ વાતને ગંભીરતાથી લેવાને બદલે અનુ મલિકને શોમાં જજ તરીકે લીધો છે.

2018મા પણ અનુ મલિકે શો છોડ્યો હતો
વર્ષ 2018મા સિંગર સોના મહાપાત્રા, શ્વેતા પંડિત તથા અન્ય બે મહિલાઓએ અનુ મલિક પર યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ તેને શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જોકે, 11મી સિઝનમાં તેને ફરી એકવાર જજ તરીકે લાવવામાં આવતા સોના મહાપાત્રા, નેહા ભસીન તથા શ્વેતાએ સતત વિરોધ કર્યો હતો.

X
Anu Malik once again leaves the 'Indian Idol' show after notice from the Women's Commission
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી