રિયાલિટી શો / કરણ પટેલની ‘ખતરો કે ખિલાડી 10’ના ટોપ 4માં એન્ટ્રી, પત્નીએ પોસ્ટ શૅર કરી

Ankita Bhargava reveals husband Karan Patel is Khatron Ke Khiladi 10 in top 4

Divyabhaskar.com

Sep 05, 2019, 12:29 PM IST

મુંબઈઃ ટીવી એક્ટર કરણ પટેલ હાલમાં બલ્ગેરિયામાં છે. તે અહીંયા ‘ખતરો કે ખિલાડી 10’નું શૂટિંગ કરી રહ્યો છે. હવે ચર્ચા છે કે કરણે ટોપ 4માં જગ્યા બનાવી લીધી છે. કરણની પત્ની અંકિતાએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

અંકિતાએ તસવીર શૅર કરી
સોશિયલ મીડિયા પર અંકિતાએ કરણ સાથેની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આઈ મિસ યુ. તમે ઘણાં જ ક્રેઝી છો. જીતીને આવજો. નહીં તો મારું 5632 કિલો ધૈર્ય બરબાદ થઈ જશે.’ આ સાથે જ હેશટેગમાં kkk, khatronkekhiladi10, top4,finalist લખ્યું છે.

2015માં લગ્ન કર્યાં હતાં
કરણ તથા અંકિતાએ 3 મે, 2015માં લગ્ન કર્યાં હતાં. બંને વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે. ગયા વર્ષે અંકિતાનું મિસ કેરેજ થયું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરન ‘યે હૈં મહોબ્બતે’માં રમન ભલ્લાનો રોલ પ્લે કરીને લોકપ્રિય થયો છે. ‘ખતરો કે ખિલાડી’નું શૂટિંગ પૂર્ણ કરીને કરન ‘યે હૈં મહોબ્બતે’માં પરત જોવા મળશે. કરણે ટીવી સિરિયલ ‘કહાની ઘર ઘર કી’, ‘કાવ્યાંજલિ’, ‘કસમ સે’ સહિતમાં કામ કર્યું છે.

X
Ankita Bhargava reveals husband Karan Patel is Khatron Ke Khiladi 10 in top 4

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી