રિયાલિટી શો / અમિતાભના શો ‘કેબીસી’ના ઐશ્વર્યા-શ્વેતા ચાહક છે, ઘરમાં આરાધ્યા પણ આ ગેમ રમે છે

Aishwarya-Shweta is a fan of Amitabh's show 'KBC'

Divyabhaskar.com

Aug 14, 2019, 05:46 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ 19 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ શો અનેક લોકોને પસંદ આવ્યો છે. જોકે, હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરના સભ્યોને પણ આ શો ઘણો જ ગમે છે. તેમના ઘરમાં પણ બધા ‘કેબીસી’ રમે છે.

શું કહ્યું અમિતાભે?
અમિતાભ બચ્ચને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પરિવારને ઘરમાં ‘કેબીસી’ રમવું ઘણું જ પસંદ છે. ક્યારેક શ્વેતા તો ક્યારેક ઐશ્વર્યા આ ગેમ રમતા હોય છે. તેઓ ઘરમાં સાથે બેસીને એકબીજાને સવાલ પૂછતા હોય છે.

આરાધ્યા પણ આ શો જુએ છે
વધુમાં અમિતાભે કહ્યું હતું કે હવે તો આરાધ્યાએ પણ આ શો જોવાનું શરૂ કરી દીધું છે. તે શો અંગે સવાલો પણ કરે છે. જ્યારે ઘરમાં તેઓ એક સાથે બેસીને ક્વિઝ રમતા હોય છે તો આરાધ્યા હવે સવાલનો જવાબ આપવાનો પણ પ્રયાસ કરે છે.

જયા બચ્ચન રોજ જુએ છે
અમિતાભે કહ્યું હતું કે જયા રોજ આ શો જુએ છે. તેમની પાસે ભલે ગમે તેટલું કામ કેમ ના હોય પરંતુ શો શરૂ થાય એટલે ટીવી આગળ બેસી જ જાય. આ માટે તે જયાનો જાહેરમાં આભાર માને છે.

બિગ બીનો પરિવાર શોમાં ભાગ ના લઈ શકે
શોમાં અભિષેક બચ્ચન ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો. જોકે, આ શોમાં અમિતાભ બચ્ચનના પરિવારમાંથી એક પણ સભ્ય સ્પર્ધક તરીકે ભાગ લઈ શકે નહીં. તેઓ ફિલ્મના પ્રમોશન માટે આ શોમાં આવી શકે છે.

X
Aishwarya-Shweta is a fan of Amitabh's show 'KBC'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી