ટીવી / સનોજ રાજ બાદ ‘કેબીસી’માં મહિને 1500 રૂપિયા કમાતી બબિતા બીજી કરોડપતિ બની

After Sanoj Raj won Rs. 1 crore in Kaun Banega Crorepati 11

Divyabhaskar.com

Sep 15, 2019, 12:36 PM IST

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ 11’ને પોતાનો પહેલો કરોડપતિ સનોજ રાજ ગયા અઠવાડિયે મળી ગયો હતો. હવે, ‘કેબીસી’ને બીજો કરોડપતિ મળશે. મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી બબિતા આ અઠવાડિયે શોમાં જોવા મળશે, જે એક કરોડ રૂપિયા જીતે છે.

બબિતાનું જીવન સંઘર્ષમય
સોની ટીવીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે, જેના પરથી ખ્યાલ આવે છે કે બબિતાનું જીવન મુશ્કેલીથી ભરેલું રહ્યું છે. અમિતાભ બચ્ચન જ્યારે બબિતાને તેના પગાર વિશે સવાલ કરે છે તો તે જવાબ આપે છે કે તેને મહિને 1500 રૂપિયા મળે છે. આ વાત સાંભળીને અમિતાભ પણ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.

બબિતા સ્કૂલમાં ખીચડી બનાવે છે
બબિતાએ કહ્યું હતું કે તે સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં ખીચડી બનાવવાનું કામ કરે છે અને બાળકોને તેની બનાવેલી ખીચડી ઘણી જ ભાવે છે. સરોજ સાત કરોડ જીતશે કે નહીં? તે શો ટેલિકાસ્ટ થયા બાદ જ ખ્યાલ આવશે.

X
After Sanoj Raj won Rs. 1 crore in Kaun Banega Crorepati 11

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી