• Home
  • Bollywood
  • TV
  • after mid week eviction from bigg boss siddharth dey said he wants shehnaz gill won the show

ઈન્ટરવ્યૂ / મિડ એવિક્શનમાં ‘બિગ બોસ’માંથી બહાર નીકળ્યા બાદ સિદ્ધાર્થ ડેએ કહ્યું, શહનાઝ ગિલ આ શો જીતે

after mid week eviction from bigg boss siddharth dey said he wants  shehnaz gill won the show
X
after mid week eviction from bigg boss siddharth dey said he wants  shehnaz gill won the show

Divyabhaskar.com

Oct 30, 2019, 11:30 AM IST
કિરણ જૈન, મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 13’ના ફર્સ્ટ ફિનાલેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એક બાજુ શોમાં ભોજપુરી સુપરસ્ટાર ખેસરી લાલ યાદવ, રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલા તથા યુ ટ્યૂબર હિન્દુસ્તાની ભાઉએ ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે તો બીજી બાજુ સિદ્ધાર્થ ડે ઘરમાંથી બહાર નીકળી ગયો છે. આ શોમાં સિદ્ધાર્થની સફર વિવાદાસ્પદ રહી છે. તેણે ક્યારેય આરતી સિંહને તો ક્યારેય શહનાઝ ગિલને અપશબ્દો કહ્યાં હતાં અને તેને કારણે સલમાને તેને ધમકાવ્યો પણ હતો. સરપ્રાઈઝ મિડ વીક એલિમિનેશનને કારણે સિદ્ધાર્થને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઘરની બહાર નીકળ્યાં બાદ સિદ્ધાર્થે divyabhaskar.com સાથે ઘરના અનુભવો શૅર કર્યાં હતાં. 

શું કહ્યું સિદ્ધાર્થે?

1. ફાઈનલી નીકળી ગયો

ઘરની અંદર બહુ જ મેન્ટલી તથા ફિઝિકલી સ્ટ્રેસ હતો. થોડાં જ દિવસોમાં તે જાતે જ ઘરની બહાર નીકળવા ઈચ્છતો હતો. જ્યારે મિડ એવિક્શનમાં મારું નામ આવ્યું એટલે મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે અંતે હું નીકળી ગયો. ઘરમાં રોજ એ હદે ઝઘડાં થતા કે હું આ બધાનો સામનો કરી શકું તેમ નહોતો. સારું થયું કે હું નીકળી ગયો. મારી જર્ની ઘણી જ સ્ટ્રેસફૂલ રહી હતી. 

2. સલમાન સર મને ઘણો જ પ્રેમ કરે છે

સલમાનસર મને ઘણો જ પ્રેમ કરે છે. હું તેમને વર્ષોથી ઓળખું છું અને તેઓ મને બાળકની જેમ ટ્રીટ કરે છે. તેઓ મારી પર ગુસ્સે થયા હતાં પરંતુ ઘરના એક સભ્યની જેમ જ તેમનો ગુસ્સો હતો. મારી ભૂલ હતી અને તે નહોતા ઈચ્છતા કે હું કોઈ ભૂલ કરું. મને તેમની વાતનું બિલકુલ ખોટું લાગ્યું નથી. તેમને મારી પર વિશ્વાસ હતો અને ભવિષ્યમાં હું ક્યારેય આવી ભૂલ કરીશ નહીં. 

3. ટાસ્ક દરમિયાન શહનાઝને રોકવી જરૂરી હતી

ઘરમાં મિત્રો પણ બન્યાં અને દુશ્મનો પણ બન્યા. ઘરમાંથી બહાર નીકળતી વખતે હું મારી તમામ દુશ્મની ત્યાં જ મૂકીને આવ્યો હતો. મેં ઘણો જ પ્રયાસ કર્યો હતો કે હું કોઈની સાથે ઝઘડો ના કરું પરંતુ ઘણીવાર ઘરના લોકો જાણી જોઈને મને ગુસ્સો અપાવતા હતાં અને હું ગુસ્સે થઈ જતો હતો. હું ઘરની તમામ છોકરીઓને મદદ કરતો હતો પરંતુ કેટલાંકની આદત હોય છે કે નાની-નાની વાતોને મુદ્દો બનાવી દે છે, તેમાં તમે શું કરી શકો? રિએક્ટ કરવું પણ સ્વાભાવિક છે. ટાસ્ક દરમિયાન મેં શહનાઝને કંઈક કહ્યું હતું. હું તેનો ટાર્ગેટ હતો અને તે મને કોઈ પણ રીતે હરાવવા તૈયાર હતી. મારા માટે તેને રોકવી જરૂરી હતી. જોકે, થોડીવાર બાદ અમારી વચ્ચે બધું જ નોર્મલ થઈ ગયું હતું. તે મારી સારી મિત્ર બની ગઈ. જો હું ખોટો હોત તો તે નોર્મલ વર્તન ક્યારેય કરત નહીં. 

4. સિદ્ધાર્થ શુક્લા ઘણો જ ગંભીર પ્રકારનો વ્યક્તિ છે

હું ઘણો જ હસમુખો છું તો સિદ્ધાર્થ શુક્લા ઘણો જ ગંભીર છે. તેને તે જ રીતે રહેવું ગમે છે અને દરેક વાતને ઘણી જ ખેંચે છે અને તેને ઈશ્યૂ બનાવે છે. મારે તેની સાથે બિલકુલ બનતું નહોતું. અમારું ગ્રૂપ ઘણી જ મસ્તી કરતું અને અનેક મોમેન્ટ્સને એન્જોય કરતાં અને સિદ્ધાર્થને આ વાત બિલકુલ પસંદ નહોતી. જે પ્રકારની તેની પર્સાનાલિટી છે, તે કારણે તે દરેક વાતને નેગેટિવ લેતો હતો અને ઈશ્યૂ બનાવી દેતો. આથી જ તેની અને મારી વચ્ચે ક્યારેય સરખી રીતે વાત થઈ નથી. જોકે, ઘરમાંથી બહાર નીકળતા પહેલાં હું તેને મળ્યો હતો.

5. શહનાઝ ગિલ આ શો જીતે

હું ઈચ્છું છું કે શહનાઝ ગિલ આ શો જીતે. તે ઘણી જ ટેલેન્ટેડ છે. જો શહનાઝ ના જીતે તો શૈફાલી બગ્ગાને વિનર તરીકે જોવાનું પસંદ કરું છું. તે ઘણી જ ઈમાનદારીથી ગેમ રમી રહી છે. તેની પર્સનાલિટી બિલકુલ ફૅક નથી. મારે તેને અનેકવાર સમજાવવું પડ્યું હતું કે આટલી ઈમાનદારીથી ના રમીશ. તો બીજી બાજુ અસીમ જેવા લોકો છે, જે પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે કંઈ પણ કરી શકે છે. આવા લોકો ક્યારેય જીતવા ના જોઈએ.

6. તક મળે તો ફિલ્મ લખવાની ઈચ્છા છે

સલમાનસર માટે અનેક શો લખ્યા છે. ‘નચ બલિયે’ માટે પણ લખી ચૂક્યો છું. ભવિષ્યમાં સલમાનસરની સાથે પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે. તક મળે તો તેમની માટે ફિલ્મ લખવી છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી