Divyabhaskar.com
Nov 24, 2019, 12:37 PM ISTશું કહ્યું ખેસારી લાલ યાદવે?
1. બે અઠવાડિયા માટે સિદ્ધાર્થ શુક્લા ત્રાસરૂપ બની ગયો હતો
ઘરની બહાર નીકળ્યા બાદ ખેસારી લાલ યાદવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શરૂઆતના બે અઠવાડિયા સિદ્ધાર્થે તેને ઘણો જ હેરાન કર્યો હતો. તે નાની-નાની વાતોમાં ઘણાં જ પ્રોબ્લેમ્સ ઊભા કરતો હતો. તે તેના માટે ટોર્ચરિંગ મશીન બની ગયો હતો. જોકે, ત્રીજા અઠવાડિયે સિદ્ધાર્થે તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની વચ્ચે બોન્ડિંગ થવા લાગ્યું હતું. સિદ્ધાર્થને તેની ભૂલ સમજાઈ હતી. જ્યારે તે ઘરની બહાર નીકળ્યો ત્યારે સિદ્ધાર્થ ઘણો જ દુઃખી થઈ ગયો હતો.
2. આ શો માણસને શૈતાન બનાવી દે છે
ખેસારી લાલ યાદવે દાવો કર્યો હતો કે આ શોનું ફોર્મેટ જ એવું રાખવામાં આવ્યું છે કે માણસ, શૈતાન જેવો બની જાય છે. આ શોનું ફોર્મેટ તેને ફાવ્યું નહીં. ઘરના સભ્યો માણસમાંથી શૈતાન બની ગયા છે. તેઓ એવું માને છે કે શોમાં એકબીજાને ગાળો આપવાથી તેમનું મહત્ત્વ વધશે. તે ક્યારેય આવા વાતાવરણમાં જીવી શકે નહીં. તે કોઈ પણ કારણ વગર કોઈની સાથે ઝઘડો કરી શકે નહીં.
3. વોટિંગને ધ્યાનમાં ના લીધું
ખેસારી લાલે દાવો કર્યો હતો કે જો તેના ચાહકોના વોટને ધ્યાનમાં રાખવામાં આવ્યા હોત તો ઘરમાંથી તે નહીં પણ હિમાંશી બહાર નીકળત. તેના ચાહકો તેને ફિનાલે સુધી પહોંચડ તે નક્કી હતું.