અપકમિંગ / 27 વર્ષ બાદ સુલભા આર્ય તથા કિરણ કરમારકર સાથે કામ કરશે

After 27 years, Sulabha Arya and Kiran Karmarkar work together

Divyabhaskar.com

Jun 12, 2019, 05:55 PM IST

મુંબઈઃ બોલિવૂડ-ટીવી એક્ટ્રેસ સુલભા આર્ય તથા ટીવી એક્ટર કિરણ કરમારકર 27 વર્ષ બાદ સાથે જોવા મળશે. 1992માં સુલભા તથા કિરણે ટીવી સિરિયલ 'દુનિયા ગજબ કી'માં સાથે કામ કર્યું હતું. આ સિરિયલમાં કિરણે સુલભા આર્યના દીકરાની ભૂમિકા ભજવી હતી. હવે ફરી વાર બંને આગામી ટીવી સિરિયલ 'ઈશારો ઈશારો મેં'માં પણ મા-દીકરાના રોલમાં જોવા મળશે.

કિરણ કરમારકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું, 'જ્યારે મને જાણ થઈ કે હું ફરીવાર સુલભાજી સાથે કામ કરવાનો છું તો મને ઘણો જ આનંદ થયો હતો. અમે 1992માં સાથે કામ કર્યું હતું અને હવે અઢી દાયકા બાદ સાથે કામ કરીશું. શૂટિંગને લઈ ઘણો જ ઉત્સાહી છું. તેઓ હંમેશા મારા માટે ઓફ-સ્ક્રીન ગાઈડ રહ્યાં છે.' નોંધનીય છે કે સુલભા આર્ય છેલ્લે મરાઠી ફિલ્મ 'વેન્ટીલેટર'માં જોવા મળ્યાં હતાં.

X
After 27 years, Sulabha Arya and Kiran Karmarkar work together

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી