નિવેદન / આદિત્ય નારાયણે નેહા કક્કર સાથેના લગ્નને લઈ કહ્યું, TRP માટે આ બધું કરવામાં આવ્યું હતું

Aditya Narayan said that his marriage to Neha Kakkar was all done for the TRP

Divyabhaskar.com

Feb 14, 2020, 04:43 PM IST

મુંબઈઃ હાલમાં જ સિંગર નેહા કક્કર તથા આદિત્ય નારાયણનો વેડિંગ વીડિયો વાયરલ થયો હતો. આ બંને ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર ફેરા ફરતા હોય છે. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર શો માટે કરવામાં આવ્યું હતું અને તેણે કોઈ લગ્ન કર્યાં નથી.

વીડિયોમાં નેહા લાલ અનારકલીમાં જોવા મળે છે અને આદિત્ય પિંક શેરવાનીમાં છે. આદિત્ય બે વરમાળા લે છે અને એમાંથી એક નેહાને લેવાનું કહે છે. વિશાલ દદલાણી પણ વેડિંગ સેરેમનીમાં સામેલ હોય છે.

જોકે, આદિત્ય નારાયણે લગ્નની વાતને માત્ર અફવા ગણાવી છે. આટલું જ નહીં આદિત્યે દાવો કર્યો હતો કે તેણે અથવા નેહાએ ક્યારેય સોશિયલ મીડિયામાં લગ્નને લઈ કોઈ જાહેરાત કરી નહોતી. જો તે તેના જીવનનો આટલો મોટો નિર્ણય લેતો હોય તો તે આની જાહેરાત જાતે જ કરે. જો તે લગ્ન કરવાનો હોય તો તેના માટે આ ઘણાં જ મોટા ન્યૂઝ છે અને તે આ વાત ક્યારેય છૂપાવે નહીં. સાચી વાત એ છે કે આ બધું માત્ર મજાકથી શરૂ થયું હતું અને પછી એ હદે ગંભીર બની ગયું કે આ વાત પર કોઈનો અકુંશ રહ્યો નહીં. સોશિયલ મીડિયામાં આને લઈને ગમે તેમ વાતો થવા લાગી પરંતુ આ બધું ફૅક છે. વધુમાં એક પણ મીડિયા પર્સને તેમનો સંપર્ક કરીને સાચી વાત જાણવાનો પ્રયાસ કર્યો નહીં. જો કોઈએ પણ સંપર્ક કર્યો હોત તો તે કહી દેત કે આ બધું જ ખોટું છે.

આદિત્યે ઉમેર્યું હતું કે જ્યારે તમે સ્ક્રીન પર બે કલાકારોને લગ્ન કરતા જુઓ તો તમે એવી આશા ના રાખી શકો કે રિયલ લાઈફમાં તેમના સંતાનો હશે. રિયાલિટી શોમાં આ બધું TRP માટે કરવામાં આવ્યું હતું. મેકર્સે આ બધુ માત્ર મસ્તી કરવા ખાતર કરવાનું કહ્યું હતું.

નેહા-આદિત્યે ગોવામાં શૂટિંગ કર્યું ત્યારની તસવીર

વેલેન્ટાઈન ડેના દિવસે નેહા તથા આદિત્યનો નવો મ્યૂઝિક વીડિયો ‘ગોવા બીચ’ રિલીઝ થયો છે. નેહા કક્કરે ગોવા બીચ પર શૂટિંગ કરતા હોય તેની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં નેહા, ટોની કક્કર તથા આદિત્ય હતો.

આદિત્ય નારાયણ સિંગિંગ શો ‘લાઈવ શાઉટ આઉટ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. આ શોને આદિત્ય હોસ્ટ કરશે. આ શો વેલેન્ટાઈન ડેથી સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શો આઠ એપિસોડનો હશે.

X
Aditya Narayan said that his marriage to Neha Kakkar was all done for the TRP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી