ચર્ચા / ‘બિગ બોસ’ માટે એક્ટ્રેસ દલજીત કૌર ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ સિરિયલને અલવિદા કહેશે

Actress Daljit Kaur may be participated in bigg boss 13

Divyabhaskar.com

Sep 15, 2019, 01:32 PM IST

કિરણ જૈન, મુંબઈઃ સ્મોલ સ્ક્રીનની એક્ટ્રેસ દલજીત કૌર હાલમાં જ વેબ શો ‘બોસ’માં જોવા મળી હતી. હવે, દલજીતનો કોન્ટ્રોવર્સિયલ શો ‘બિગ બોસ 13’ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણે આ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે. પહેલાં એવી ચર્ચા હતી કે દલજીતને તેના એક્સ પતિ શાલીન ભનૌત સાથે શોમાં આવવાનું કહ્યું હતું. નિર્માતાઓ ઈચ્છતા હતાં કે બંને સાથે પાર્ટીસિપેટ કરે પરંતુ દલજીતના પૂર્વ પતિ શાલીને કોઈ જવાબ આપ્યો નહોતો. દલજીતે આ શોમાં કામ કરવાનું નક્કી કર્યું છે.

કોન્ટ્રાક્ટ પેપર સાઈન કર્યાં
માનવામાં આવે છે કે દલજીતે આ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે અને તેણે કોન્ટ્રાક્ટ પેપર સાઈન કરી લીધા છે. તે ટૂંક સમયમાં જ આ શોમાં જોવા મળશે. આટલું જ નહીં દલજીત હાલમાં ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં પણ જોવા મળે છે. તેણે ‘બિગ બોસ 13’ માટે આ સિરિયલમાં કામ કરવાની ના પાડી દીધી છે. તે ટૂંક સમયમાં જ આ શોને અલવિદા કહેશે.

2015થી પતિથી અલગ રહે છે
દલજીતના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેને પાંચ વર્ષનો દીકરો છે. દલજીતે શાલીન સાથે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં પરંતુ બંને 2015માં અલગ થઈ ગયા હતાં. દલજીત બીજીવાર લગ્ન કરવા તૈયાર છે અને તે હાલમાં લાઈફ-પાર્ટનર શોધી રહી છે.

આ સ્પર્ધકો પણ ‘બિગ બોસ’માં જોવા મળે તેવી શક્યતા
ચર્ચા છે કે ગોવિંદાની ભત્રીજી તથા કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ પણ આ શોમાં જોવા મળશે. આ ઉપરાંત મુગ્ધા ગોડસે, મિહિકા વર્મા, દેવોલીના ભટ્ટાચાર્જી, સિદ્ધાર્થ શુક્લા, ચંકી પાંડે, યુ-ટ્યૂબર હિંદુસ્તાની ભાઉ, મેઘના મલિક, દયાનંદ શેટ્ટી, રશ્મિ દેસાઈનો આ શો માટે સંપર્ક સાધવામાં આવ્યો છે પરંતુ હજી સુધી આ તમામ સેલેબ્સે શોમાં કામ કરવાને લઈ હા પાડી નથી.

X
Actress Daljit Kaur may be participated in bigg boss 13

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી