તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આધાર કાર્ડ લઈને નેપાળ જવા નીકળેલા એક્ટર કરણવીર બોહરાને દિલ્હી એરપોર્ટ પર અટકાવાયો, અભિનેતાએ એર ઈન્ડિયા પર ભડાસ કાઢી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેપાળ જવા નીકળેલા કરણવીર બોહરા પાસે ઓળખના પુરાવા તરીકે માત્ર આધાર કાર્ડ હતું પાસપોર્ટ કે વોટર્સ આઈડી કાર્ડ ન હોવાને કારણે ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યો નહીં
  • જવાબમાં એરઈન્ડિયાએ જરૂરી દસ્તાવેજોના લિસ્ટની લિંક આપી

ટેલિવિઝન ડેસ્કઃ મુંબઈથી નેપાળ જવા રવાના થયેલા કરણવીર બોહરાને યોગ્ય દસ્તાવેજો ન હોવાના કારણોસર નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને કાઠમાંડુ જવાની ફ્લાઈટ પકડવાની હતી. પરંતુ ઓળખના પુરાવા તરીકે તે ઘરેથી માત્ર આધાર કાર્ડ લઈને જ નીકળ્યો હતો, જે હવાઈ રસ્તે ભારતથી નેપાળ જતા ભારતીયોની આળખ માટે માન્ય નથી.

કરણે ટ્વિટર પર હૈયાવરાળ કાઢી
કરણવીર બોહરા ‘કસિનો’ નામની વેબસિરીઝના શૂટિંગ માટે નેપાળ જવા નીકળ્યો હતો. કરણે એરલાઈનની સામે ગુસ્સો ઠાલવીને ભારતીય એલચી કચેરી અને વિદેશમંત્રી એસ. જયશંકરને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો છે કે જો હવાઈમાર્ગે નેપાળ જવા માટે આધાર કાર્ડ માન્ય ન હોય તો તેને મુંબઈ એરપોર્ટ પર જ શા માટે રોકવામાં ન આવ્યો.

કરણે લખ્યું કે, ‘નેપાળ માટે જવા નીકળ્યા પછી મને દિલ્હી એરપોર્ટથી પરત મોકલી દેવામાં આવ્યો. આધાર કાર્ડ સાથે પ્રવાસ કરવાની પરવાનગી નથી. નેપાળ સરકાર સડકમાર્ગે જનારા ભારતીયો માટે પાસપોર્ટ, વોટર આઈડી અને આધાર કાર્ડને માન્ય ગણે છે. પરંતુ હવાઈ યાત્રામાં માત્ર પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડની જ પરવાનગી છે. જો એવું જ હતું તો મને મુંબઈથી આધાર કાર્ડ સાથે યાત્રા શા માટે શરૂ કરવા દેવામાં આવી? મને ત્યાં જ શા માટે ન રોકવામાં આવ્યો?

કરણે એરઈન્ડિયાના ખાનગીકરણનું સમર્થન કર્યું
પોતાની અન્ય એક ટ્વીટમાં કરણે એરઈન્ડિયા કોઈ ખાનગી કંપનીને આપી દેવી જોઈએ તે વાતને સમર્થન પણ આપ્યું. એણે ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા જય ભાનુશાળીની એક ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે, ‘હું માનું છું કે મારે પાસપોર્ટ લઈ જવાની જરૂર હતી. પરંતુ એમણે મને મુંબઈ એરપોર્ટ પર જ શા માટે ન રોક્યો? શું એ લોકો કોમામાં હતા? ખરેખર... આ એરલાઈન કોઈ ખાનગી કંપની હેન્ડલ કરતી હોત તો સારું થાત.’

એરઈન્ડિયાએ સ્પષ્ટતા કરી
કરણની ટ્વીટ પર એરઈન્ડિયાનો રિપ્લાય પણ આવ્યો. એરઈન્ડિયાએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી કરણને જવાબ આપતાં લખ્યું કે, ‘મિસ્ટર બોહરા, નેપાળ યાત્રા માટે જરૂરી દસ્તાવેજો વિશે જાણવા માટે આ લિંક પર ક્લિક કરો. આ દસ્તાવેજો ઈમિગ્રેશન ઓથોટિરીઝ દ્વારા માગવામાં આવે છે.’ જોકે કરણે તેનો પણ જવાબ આપ્યો હતો. કરણે લખ્યું કે, ‘આ લિંક આપવા બદલ આભાર. હું માનું છું કે આ માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, બલકે અધિકારીઓ માટે પણ છે, જેમણે કેવી રીતે મને અમાન્ય દસ્તાવેજો સાથે મુસાફરી કરવા દીધી. જો મને મુંબઈમાં જ કહેવામાં આવ્યું હોત તો હું તરત જ અરેન્જ કરી શક્યો હોત.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો