ટેલિવિઝન ડેસ્ક: એક્ટર અંશ અરોરાને ગાઝિયાબાદ પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. 12 મે 2019ના વૈશાલીના સેક્ટર 4માં શોપ્રિક્સ મોલમાં એક સ્ટોરમાં તોડફોડ કર્યા બાદ હત્યાના પ્રયાસ માટે અંશ પર કેસ ફાઈલ થયો હતો.
કોઈ પ્રૂફ ન મળ્યું
અંશ વિરુદ્ધ ફાઈલ કરેલ એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું હતું કે છ નકાબધારી લોકોએ 19 મેના રાત્રે દુકાનોમાં ઘૂસીને સ્ટાફ મેમ્બર્સને ધમકી આપી હતી કે તેઓ અંશ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લે જે ઝઘડા પછી ફાઈલ કરવામાં આવ્યો હતો. આ લોકોએ ફાયરિંગ પણ કર્યું હતું. જોકે મહિનાની તપાસ અને ટ્રાયલ પછી પોલીસને અંશ વિરુદ્ધ કોઈ પ્રૂફ ન મળ્યા. હવે કેસ બંધ થઇ ગયો છે અને અંશને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે.
અંશે કહ્યું રાહત મળી
કેસમાંથી ક્લીન ચિટ મળ્યા બાદ અંશે કહ્યું કે ક્લીન ચિટ મળ્યા બાદ રિલેક્સ ફીલ કરું છું. મને કાનૂન પર પૂરો ભરોસો હતો. સત્ય સામે આવી ગયું છે. હું તમામનો આભાર માનું છું જેમણે મારું ભલું ઇચ્છ્યું અને મને સપોર્ટ કર્યો. અંશ ‘કસમ તેરે પ્યાર કી’ અને ‘તન્હાઈયા’ જેવા શોથી ફેમસ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.