રિયાલિટી શો / ટાઇગર શ્રોફ 'નચ બલિયે 9'નો સ્પેશિયલ જજ બની શકે છે

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 07:24 PM
Tiger Shorff may become part of Judge panel of Nach Player 9

ટેલિવિઝન ડેસ્ક: રિયાલિટી શો 'નચ બલિયે'ની નવમી સીઝન જલ્દી જ શરૂ થવાની છે. કપલ્સના શાનદાર પર્ફોમન્સ સાથે આ સીઝનમાં દર્શકો માટે એક સરપ્રાઈઝ પણ હશે. સૂત્રોની માહિતી મુજબ, ટાઇગર શ્રોફ આ શોમાં સ્પેશિયલ જજ બનીને ભાગ લઇ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેનો શોની જજીસ પેનલમાં સામેલ કરવા કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે. તે આ વિશે વિચાર કરી રહ્યો છે. જો બધું ઠીક રહ્યું તો ટાઇગર પહેલી વાર ટીવી પર કોઈ શોના જજના રૂપમાં દેખાશે.

મીરા રાજપૂત અને શાહિદ કપૂર પણ જજ બનશે
શોના જજ માટે મેકર્સની પહેલી પસંદ શાહિદ કપૂર અને એની પત્ની મીરા રાજપૂત કપૂર હતા. જોકે, કપલ આ શોમાં જજ બનવા માટે શ્યોર ન હતા. ઘણા સમયની ચર્ચા વિચારણા બાદ તેઓ હવે જજ બનવા માટે સહમત થયા છે. હજુ બન્નેએ શોને સાઈન કર્યો નથી. ક્રિએટિવ ટિમ જલ્દી બન્ને સાથે મળીને શોનું ફોર્મેટ અને પ્રોડક્શન વર્ક વિશે ચર્ચા કરશે.

X
Tiger Shorff may become part of Judge panel of Nach Player 9
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App