તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા'ની બબિતા સાઇબર ક્રાઇમનો શિકાર, ફેક પ્રોફાઈલ બનાવી ઇમેજ બગાડવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચશ્મા' સિરિયલમાં બબિતાનો રોલ નિભાવતી એક્ટર મૂનમૂન દત્તા સાઇબર ક્રાઇમનો શિકાર થઇ છે. તેની નકલી પ્રોફાઈલ બનાવવામાં આવી અને તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર તેની ઇમેજને ખરાબ કરવા માટે કરવામાં આવ્યો. એના નામ પરથી અમુક વેબસાઇટ્સ પર પુલવામા હુમલા પર ઘણી ફેક કમેન્ટ કરવામાં આવી. આ ઘટનાને લઈને મૂનમૂન પરેશાન છે અને તેને મુંબઈ પોલીસની મદદ માગી છે. મૂનમૂને આ નકલી આઈડી બનાવનાર વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનું નક્કી કર્યું છે.

 

આ છે મામલો 
મૂનમૂને દિવ્ય ભાસ્કરને આખી ઘટના જણાવતાં કહ્યું કે, હું હાલ પુલવામા હુમલાને લઈને ઘણી ટ્વીટ કરી રહી છું અને ભારતીય સેનાનો પક્ષ લઇ રહી છું. લોકોએ મારા ઇન્સ્ટા એકાઉન્ટ પરથી એક ફોટો લઈને આપણા દેશ વિરુદ્ધ લખેલા એક હિન્દી ક્વોટ સાથે એક કોલેજ બનાવ્યો અને મારા નામથી પોસ્ટ કરી દીધી. આ પોસ્ટ સંપૂર્ણપણે આપણી ભારતીય સેના વિરુદ્ધ અને પાકિસ્તાનનું સમર્થન કરતી હતી. હવે તમે જ વિચારો, શું મેં અત્યાર સુધી ક્યારેય હિન્દીમાં પોસ્ટ કરી છે ? મેં હંમેશાં મારી લાગણીને અંગ્રેજીમાં જ વ્યક્ત કરી છે. ફેક પોસ્ટ મારા નામે બધે ફરી રહી છે. બે દિવસ પહેલાં મારા અમુક મિત્રોએ મને આ પોસ્ટ બતાવી, પણ મેં શરૂઆતમાં એમ વિચાર્યું કે, લોકો રિયલ અને ફેક પોસ્ટમાં ફર્ક સમજી જશે. હેરાન થવા જેવી બાબત છે કે તે વેબસાઈટના ઘણા બધા ફોલોઅર્સ છે એમાંથી કોઈએ પોસ્ટને ક્રોસ ચેક કે વેરિફાય કરવાની કોશિશ પણ ન કરી.

 

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપમાનજનક મેસેજ મળ્યા 
લોકોએ મારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આલોચના કરવાની શરૂ કરી દીધી. મને ઘણા અપમાનજનક મેસેજ આવવા લાગ્યા, જેને મેં ઇગ્નોર કરવાનો નિર્ણય લીધો. મેં તરત જ પછી મદદ માટે ટ્વિટર પર મુંબઈ પોલીસને એક મેસેજ કર્યો અને થોડીક જ મિનિટમાં મને એમની તરફથી ફોન આવી ગયો. મેં તેમને આખી ઘટના જણાવી. તેમણે મને ફરિયાદ દાખલ કરવાનું કહ્યું અને મેં ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસ એ માણસની તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો