કમબેક / ‘શક્તિમાન’નું પુનરાગમન, યુટ્યુબ ચેનલ ‘સોરી શક્તિમાન’ પર બાળકોને જ્ઞાન આપશે

Shaktimaan will be back on you tube, he will educate kids on 'sorry shaktimaan' channel

divyabhaskar.com

Mar 12, 2019, 04:55 PM IST
ટેલિવિઝન ડેસ્ક: ડીડી નેશનલ પર આવતી ફેમસ સુપરહીરોની સિરિયલ 'શક્તિમાન' 2005માં બંધ થઇ ગઈ હતી. પરંતુ 'શક્તિમાન' તરીકે મુકેશ ખન્નાનું કેરેક્ટર ઘણું લોકપ્રિય બન્યું હતું. હવે તેઓ શક્તિમાન અને તેના ‘ઓલ્ટર ઈગો’ ‘પંડિત ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી’ તરીકે યુટ્યુબ પર ફરી પાછા એન્ટ્રી મારી રહ્યા છે. હવે તેઓ યુટ્યુબ પર આવી રહ્યા છે. મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિશે માહિતી આપી. તેઓએ જણાવ્યું કે સિરિયલ માટે તો તમારે હજી રાહ જોવી પડશે પણ સિરિયલનો એક હિસ્સો શરૂ થઇ રહ્યો છે. 'સોરી શક્તિમાન' નામની ચેનલ પર શક્તિમાન બાળકોને જ્ઞાન, ઉપદેશ આપતી વાતો કરશે. શક્તિમાને જણાવ્યું કે, આજકાલનાં બાળકો ઘણી ભૂલો કરી રહ્યાં છે, જેનાથી તેમણે એમના ફેવરિટ સુપરહીરો શક્તિમાનને ‘સોરી’ કહીને સ્વીકારવું પડશે કે તેઓ ઘણી ભૂલો કરી રહ્યાં છે. પહેલો એપિસોડ 'સોરી શક્તિમાન' ચેનલ પર 15 માર્ચે રિલીઝ થશે.
X
Shaktimaan will be back on you tube, he will educate kids on 'sorry shaktimaan' channel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી