• Home
  • Bollywood
  • TV
  • Election Commission sent show cause notice to tv channels for promoting schemes of government

ઈલેક્શન ઈફેક્ટ / સરકારની યોજનાનો સીરિયલમાં પ્રચાર કરવા બદલ ચૂંટણી પંચે બંને સિરિયલો પાસેથી જવાબ માગ્યો

divyabhaskar.com | Updated - Apr 19, 2019, 07:23 PM
Election Commission sent show cause notice to tv channels for promoting schemes of government

ટેલિવિઝન ડેસ્ક: ઝી ટીવી અને એન્ડ ટીવીની સિરિયલોમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની યોજનાઓની પબ્લિસિટી કરી હોવાથી મામલો ગરમાયો છે. ચૂંટણી પંચે 24 કલાકમાં આ સિરિયલ પાસેથી જવાબ માગ્યો છે. 'તુજસે હૈ રાબતા' અને 'ભાભીજી ઘર પર હૈ' સિરિયલ પર મોદી સરકારની યોજનાઓનો પ્રચાર કર્યો હોવાનો આરોપ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી જેને લઈને તેણે સિરિયલોને નોટિસ ફટકારી છે.

આચારસંહિતા
કોંગ્રેસે સિરિયલ પર આરોપ લાગવ્યો છે કે સીરિયલના કેરેક્ટરે ઉજ્જ્વલા યોજના, મુદ્રા યોજના, મેક ઈન ઈન્ડિયા અને સ્વરછ ભારત અભિયાનનો પ્રચાર કર્યો હતો, જે આચારસંહિતાનું ઉલ્લંઘન સમાન છે.

સસ્પેન્ડ
મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે આ મામલે કહ્યું કે આ એક ગંભીર મામલો છે. આ કેસ પાછળ પૂરેપૂરી બીજેપી જ જવાબદાર છે. અમારી માગ છે કે ટીવી ચેનલોને સસ્પેન્ડ કરવામાં આવે.

ગઈ કાલે કોંગ્રેસે આ સિરિયલની તુલના પેડ ન્યૂઝ સાથે કરી હતી અને બીજેપી અને ચેનલ પર ઊચિત કાર્યવાહી કરવાની માગ કરી હતી.

X
Election Commission sent show cause notice to tv channels for promoting schemes of government
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App