તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકતા કપૂર 'કસમ તેરે પ્યાર કી' સિરિયલની નવી સીઝન શરૂ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: એકતા કપૂરનું બાલાજી પ્રોડક્શન હવે વધુ એક સિરિયલ લઈને આવી રહ્યું છે. એકતા કપૂરની મોટા ભાગની સિરિયલ ટીવીની ટીઆરપી રેસમાં આગળ હોય છે. હાલ એકતા કપૂરની 'કુંડળી ભાગ્ય', 'કુમકુમ ભાગ્ય', 'નાગિન 3', 'કસૌટી જિંદગી કી', 'યે હૈ મોહબતેં' અને 'ડાયન' જેવી સિરિયલો સફળતાપૂર્વક ટીવી પર ચાલી રહી છે. હવે એકતા કપૂર 'કસમ તેરે પ્યાર કી'ની નવી સીઝન શરૂ કરશે. આ સિરિયલ કલર્સ ટીવી પર રિલીઝ થશે.

 

2016માં શરૂ થયેલી પહેલી સીઝન 'કસમ તેરે પ્યાર કી'માં શરદ મલ્હોત્રા અને કાર્તિક સેનગર લીડ રોલમાં હતા. આ પહેલી સીઝન 2016થી 2018 સુધી કલર્સ ટીવી પર આવતી હતી. તેની સ્ટોરી એક લવ સ્ટોરી હતી. નવી સીઝનમાં પણ લવ સ્ટોરી જ હશે પરંતુ તેની સ્ટોરીલાઈન અલગ હશે.