કમબેક / અલકા યાજ્ઞિક પાંચ વર્ષ પછી રિયાલિટી શોમાં જજ બનશે

divyabhaskar.com

Mar 07, 2019, 12:53 PM IST
Alka Yagnik to become a judge for the singing reality show
ટેલિવિઝન ડેસ્ક: બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિક 5 વર્ષ પછી રિયાલિટી શોમાં પરત ફરી રહી છે. તે છેલ્લી વાર 2014માં 'સા રે ગા મા - લિટલ ચેમ્પ'ની જજ પેનલમાં જોવા મળી હતી. તે હવે સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'માં માં જોવા મળશે. સૂત્રો અનુસાર અલકા યાજ્ઞિકને હિમેશ રેશમિયા અને જાવેદ અલી સાથે ત્રીજા જજ તરીકે કન્ફર્મ કરાયા છે. તે શોને જજ કરવા સિવાય શોમાં પાર્ટિસિપેટ કરતા બાળકોના મેન્ટર પણ બનશે. જોકે અલકા યાજ્ઞિક મેકર્સની પહેલી પસંદ નહોતી. તેઓ નેહા કક્કડને ત્રીજા જજ તરીકે લેવા માગતા હતા, પરંતુ નેહાએ બીજો શો 'નચ બલિયે' સાઈન કરી લીધો.
X
Alka Yagnik to become a judge for the singing reality show
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી