લગ્ન / 21 વર્ષની ઉંમરે 'મહારાણા પ્રતાપ' ફેમ ફૈઝલ ખાન ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે લગ્ન કરશે

divyabhaskar.com | Updated - Mar 10, 2019, 05:52 PM
21 Year old faisal khan all set to marry girlfriend muskan kataria

ટેલિવિઝન ડેસ્ક: ટીવી શો 'મહારાણા પ્રતાપ' ફેમ એક્ટર ફૈઝલ ખાન 21 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે વહેલી તકે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. મુસ્કાન કટારિયા એક મોડેલ છે. બન્નેની મુલાકાત જોધપુરના એક ફેશન શો દરમિયાન થઇ હતી. ફૈઝલની ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ સીઝન 2થી થઇ હતી.

પહેલી મુલાકાત
મુસ્કાન સાથેની પહેલી મુલાકાતને લઈને ફૈઝલે કહ્યું, ફેશન શોમાં હું પહેલીવાર મુસ્કાનને મળ્યો. તે એના ફોનનું ચાર્જર શોધી રહી હતી ત્યારે મેં તેને મારું ચાર્જર આપ્યું. જ્યારે અમે મળ્યા ત્યારે એ જાણતી ન હતી કે હું કોણ છું. ત્રીજી વાર જ્યારે અમે મળ્યા ત્યારે અમારા વચ્ચે એક અલગ કેમેસ્ટ્રી હતી.

X
21 Year old faisal khan all set to marry girlfriend muskan kataria
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App