ફેન લવ / સંતોષી માતાનો રોલ નિભાવનાર ગ્રેસી સિંહને 72 વર્ષીય ફેન ખાસ લખનઉથી મુંબઈ આવ્યા, ચંદેરી સાડી ગિફ્ટ કરી

72 year old Madhu sharma arrived Mumbai from Lucknow to meet Gracy Singh and Gifted her Chanderi Sari

Divyabhaskar.com

Feb 06, 2020, 12:31 PM IST

કિરણ જૈન, મુંબઈ: ટીવી સિરિયલ ‘સંતોષી મા સુનાયે વ્રત કથાએં’માં સંતોષી માતાનો રોલ નિભાવનાર એક્ટ્રેસ ગ્રેસી સિંહને તેમના એક ફેન દ્વારા સરપ્રાઈઝ મળી છે. મુંબઈમાં શોના સેટ પર તેમને મળવા ખાસ 72 વર્ષીય મધુ શર્મા લખનઉથી તેમને મળવા આવ્યા હતા. મધુ શર્માએ અગાઉની સીઝન પૂરી શ્રદ્ધાથી જોઈ હતી અને તેઓ સંતોષી માતાના મોટા ભક્ત છે. જ્યારે તેમને ખબર પડી કે શોની નવી સીઝન આવી રહી છે તો તેઓ એક્ટ્રેસને મળવા સેટ પર પહોંચી ગયા. તેમણે ગ્રેસીને એક ચંદેરી સાડી ગિફ્ટ કરી. મધુ શર્માને સરપ્રાઈઝ આપવા માટે ગ્રેસીએ તે સાડી પહેરીને બતાવી.

‘દિવ્ય ભાસ્કર’ એપ સાથેની વાતચીત દરમ્યાન ગ્રેસીએ જણાવ્યું કે, ‘મધુજીને મળવાનો અનુભવ અદભુત હતો. તેઓ અમને મળવા માટે ઘણા ઉત્સુક હતા. તેમણે મને કહ્યું કે તેઓ રોજ અમારો શો જુએ છે અને તેમને ખુશી છે કે આ શો ફરી શરૂ થઇ રહ્યો છે. સંતોષી માતા પર તેમને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેઓ દર શુક્રવારે વ્રત પણ રાખે છે. તેમણે મને અમુક વ્રત કથાઓ પણ સંભળાવી.’

લોકોનો પ્રેમ જ આગળ વધારે છે
ગ્રેસીએ જણાવ્યું કે, ‘મધુજીને મળ્યાની સૌથી યાદગાર વાત એ છે કે તેઓ સેટ પર ઘણી મુશ્કેલી બાદ પહોંચ્યા હતા. તેમણે આપેલ સાડી મને એટલી બધી ગમી કે હું તેમને દેખાડવા માટે તરત તે પહેરીને આવી. સાચું કહું તો આ પ્રેમ અને લાગણી જ છે જે અમને આગળ વધારે છે. આ જોઈને ઘણું સારું લાગે છે કે ઘણા દર્શકો અમારાં કામના વખાણ કરે છે.’ આ પહેલાં 2014માં ગ્રેસીએ સંતોષી માતાનો રોલ નિભાવ્યો હતો.

X
72 year old Madhu sharma arrived Mumbai from Lucknow to meet Gracy Singh and Gifted her Chanderi Sari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી