અચિવમેન્ટ / ‘ધ કપિલ શર્મા શો’ના 50 એપિસોડ પૂરા થયા, ફેન ક્લબે કેક સાથે અભિનંદન પાઠવ્યા

50 episodes of 'The Kapil Sharma Show', Fan Club congratulated kapil sharma with cake

Divyabhaskar.com

Jun 11, 2019, 02:52 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘સોની’ ચેનલ પર આવતા કોમેડી શો ધ કપિલ શર્મા શોના 50 એપિસોડ પૂરા થઇ ગયા છે. ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ બાદ ‘ધ કપિલ શર્મા શો’ એ કોમેડી શોની બીજી સીઝન છે. પહેલી સીઝનના કુલ 130 એપિસોડ હતા. જ્યારે આ બીજી સીઝનના 50 એપિસોડ પૂરા થઇ ગયા છે. પહેલી અને બીજી સીઝનમાં સ્ટારકાસ્ટને લઈને ઘણા ફેરફાર જોવા મળ્યા છે. બીજી સીઝનને સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

આ માઈલસ્ટોન બાદ કપિલે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. તેમાં તેના ફેન ક્લબે કેક સાથે તેને અભિનંદન પાઠવ્યા હતા. ‘ધ કપિલ શર્મા શો’માં કપિલની સાથે કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક વગેરે સામેલ છે. બીજી સીઝન ‘ધ કપિલ શર્મા શો’નો પહેલો એપિસોડ 2018માં 29 ડિસેમ્બરે ઓન એર થયો હતો. કપિલ હાલ શૂટિંગ દરમ્યાન તેની મમ્મી સાથે જાય છે જેથી તેને સેટ પર ઘરનું ખાવાનું મળે.

X
50 episodes of 'The Kapil Sharma Show', Fan Club congratulated kapil sharma with cake

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી