11 સેલેબ્સ તથા 3 સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ‘બિગ બોસ 13’ના ઘરમાં જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિરણ જૈન, મુંબઈઃ સલમાન ખાનનો ટીવી શો ‘બિગ બોસ 13’ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી ઘણાં જ નામો આવી ચૂક્યા છે. ચર્ચા છે કે દેવોલીના ભટ્ટાચાર્જી, સિદ્ધાર્થ શુક્લા સહિતના સેલેબ્સ આ શોમાં જોવા મળશે. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘બિગ બોસ 13’ માટે અત્યાર સુધી 8 નામ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 સ્પર્ધકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે. જોકે, આ સ્પર્ધકો જ ફાઈનલ છે, તે નક્કી શોના પ્રીમિયર એપિસોડમાં થશે. આમાંથી કોણ શોની શરૂઆતમાં ઘરમાં એન્ટ્રી કરશે, કોણ શો દરમિયાન ઘરમાં આવશે, આના પર મેકર્સ તથા ચેનલ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. 
ટીવી એક્ટ્રેસ માહિરા શર્મા તથા પારસ છાબરાના નામ પણ સામે આવ્યા છે. જોકે, હજી સુધી આ બંનેએ ફાઈનલ એગ્રીમેન્ટ સાઈન કર્યો નથી. 

અન્ય સમાચારો પણ છે...