બ્યુટિ ટિપ / વરુણ ધવને પોતાની ગ્લોઈંગ સ્કિનનું શ્રેય 'બ્યૂટિશન સલ્લુભાઈ'ને આપ્યું

varun-dhawan-revelation-kalank-star-varun-dhawan-secret-of-his-glowing-skin-is-salman-khan

Divyabhaskar.com

Jun 13, 2019, 02:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: વરુણ ધવન હાલ ફિલ્મ 'કલંક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ વરુણ ફિલ્મની કાસ્ટ સાથે પ્રમોશન કરવા માટે કપિલ શર્માના કોમેડી શો પર પહોંચ્યો હતો. આ શો દરમ્યાન કપિલે મજાકિયા અંદાજમાં વરુણને તેના ચહેરાની ચમક પાછળનું કારણ પૂછી લીધું હતું. ત્યારે આલિયાએ કહ્યું કે તેની ચમક પાછળનું સિક્રેટ લીલા શાકભાજી અને ફ્રૂટ જ્યુસનો ફાળો છે, પરંતુ વરુણે આ વાતને નકારી દીધી હતી.

વરુણે કહ્યું કે મારી ચમકદાર સ્કીન પાછળ સલમાન ખાનનો મહત્વનો ફાળો છે. હવે તમને એ વિચાર આવતો હશે કે એવું તો સલમાન ખાને વરુણને શું ટિપ્સ આપી દીધી હશે !

ગિફ્ટમાં આપ્યું એલોવેરા

વરુણે જણાવ્યું કે હું એકવાર સલમાન ખાનના ઘરે ગયો હતો ત્યારે મેં સલમાનને પૂછ્યું હતું કે આટલી બધી ફ્રેશનેસ ચહેરા પર કઈ રીતે લાવો છો? સલમાન ચૂપચાપ એલોવેરાનું કૂંડું લઇ આવ્યા અને મને હાથમાં આપી દીધું. કૂંડું આપતા તેમણે કહ્યું કે રોજ સવારે એલોવેરાનું જેલ લગાવવાનું રાખ જેનાથી તારા ચહેરાની ચમક કાયમ બની રહેશે. બસ એ દિવસથી મેં આ વાતની મનમાં ગાંઠ વાળી લીધી અને સલમાન ખાનની ટિપને ફોલો કરી રહ્યો છે.

વરુણ ધવન અને સલમાન ખાન સારા મિત્રો છે. વરુણની ફિલ્મ 'જુડવા 2' માં સલમાને મહેમાનની ભૂમિકા ભજવી હતી. ચર્ચાઓ પ્રમાણે સલમાનની 'ભારત' ફિલ્મમા વરુણ કેમિયો રોલમાં દેખાઈ શકે છે.

X
varun-dhawan-revelation-kalank-star-varun-dhawan-secret-of-his-glowing-skin-is-salman-khan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી