નવું ગીત / 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મના બીજા સોન્ગમાં આલિયા અને ટાઈગરની કેમેસ્ટ્રી જોવા મળશે

Tiger Shroff-Alia Bhatt’s youthful chemistry in 'Student Of The Year 2' special song
X
Tiger Shroff-Alia Bhatt’s youthful chemistry in 'Student Of The Year 2' special song

  • આ સોન્ગમાં આલિયા ભટ્ટ અને ટાઈગર શ્રોફે પ્રથમવાર એકસાથે કામ કર્યું

Divyabhaskar.com

Jun 13, 2019, 01:53 PM IST

બોલિવૂડ ડેસ્ક: 18 એપ્રિલે રિલીઝ થયેલું  'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મનું ગીત ' ધ જવાની સોન્ગ' આવતાંની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું હતું. ફિલ્મને લઈને એવા ન્યૂઝ મળી રહ્યા છે કે, આ સોન્ગ બાદ બીજા સોન્ગમાં સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મની એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને ટાઈગર શ્રોફની કેમેસ્ટ્રી જોવા મળશે.ફિલ્મના ડિરેક્ટર પુનિત મલ્હોત્રા અને પ્રોડ્યૂસર કરણ જોહર છે.

1. ફર્સ્ટ ટાઈમ
પ્રથમવાર આલિયા ભટ્ટ અને ટાઇગર શ્રોફ આ સોન્ગથી ઓનસ્ક્રીન એકસાથે જોવા મળશે. અંગ્રેજી મીડિયાના અહેવાલ પ્રમાણે, શૂટિંગ સમયે આલિયા અને ટાઈગર પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે તેની ભનક પણ નહોતી લાગી રહી.
2. કૉરિયૉગ્રાફી
ફરાહ ખાનની કૉરિયૉગ્રાફી હેઠળ ફિલ્મના બીજા સોન્ગનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ' ધ જવાની સોન્ગ' ગીતમાં રેમો ડિસોઝાએ ફિલ્મની સ્ટાર કાસ્ટ ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેને ડાન્સ સ્ટેપ્સ શીખવ્યાં હતાં.
3. જૂનું વર્ઝન
ફિલ્મનું પ્રથમ સોન્ગ 1972ની ફિલ્મ 'જવાની દીવાની'ના સોન્ગ 'યે જવાની હૈ દીવાની' સોન્ગનું રિક્રિએટેડ વર્ઝન છે. ઓરીજિનલ સોન્ગમાં મ્યુઝિક આર.ડી બર્મને આપ્યું હતું, જ્યારે કિશોર કુમારે આ સોન્ગ ગાયું હતું. આ નવા રિક્રિએટેડ વર્ઝનમાં કિશોર કુમારની સાથે વિશાલ દદલાણીનો અને પાયલ દેવનો અવાજ છે.
4. રિલીઝ
'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફિલ્મ આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સ્ટારર 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મની રિમેક છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી