ફર્સ્ટ લુક / રણવીર સિંહે વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ '83'નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો

Ranveer Singh shares the first look of Kabir Khan's '83'

Divyabhaskar.com

Jun 13, 2019, 02:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: એક્ટર રણવીર સિંહ હાલ તેની ફિલ્મ '83'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હાલ હિમાચલ પ્રદેશના ધર્મશાળા શહેરમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ1983ના ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કૅપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.

એક વર્ષ બાકી
રણવીર આ ફિલ્મને લઈને ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. તેણે ક્રિકેટના યુનિફોર્મ સાથે ફિલ્મની આખી ટીમનો ફોટો શેર કર્યો હતો. ફોટા સાથે કેપ્શનમાં તેણે લખ્યું હતું કે આજના દિવસથી ભારતની ગ્રેટ સ્ટોરી રિલીઝ કરવાનું એક વર્ષ બાકી છે.

વર્લ્ડ કપ વખતની ટીમના ક્રિકેટર્સ કપિલ દેવ, યશપાલ શર્મા અને બલવિંદર સિંઘ સંધુ પણ આ ફિલ્મમાં એક્ટરને ટ્રેનિંગ આપવા માટે જોડાયા છે. '83' ફિલ્મ 10 એપ્રિલ,2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યુસર મધુ મન્ટેના, વિષ્ણુ ઈન્દુરી અને કબીર છે.

X
Ranveer Singh shares the first look of Kabir Khan's '83'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી