બોક્સ ઓફિસ / 'કલંક' ફિલ્મનો બોક્સ ઓફિસ પર બીજો દિવસ ફિક્કો રહ્યો, પ્રથમ દિવસ કરતાં 10.15 કરોડ રૂપિયા કમાણી ઘટી ગઈ

kalank-registeres-major-dip-in-second-day-box-office-collection
X
kalank-registeres-major-dip-in-second-day-box-office-collection

Divyabhaskar.com

Jun 13, 2019, 02:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: 17 એપ્રિલે ડિરેક્ટર અભિષેક વર્મનની મલ્ટિ સ્ટારર 'કલંક' ફિલ્મનો બોક્સ ઓફિસ પર પહેલો દિવસ જોરદાર રહ્યો હતો, પરંતુ બીજા દિવસે કલેક્શનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. દર્શકોનો જોઈએ એવો પ્રતિસાદ ન મળતાં ફિલ્મની બીજા દિવસની કમાણી વધવાને બદલે 10.15 કરોડ રૂપિયા ઘટી ગઈ હતી. 

1. કમાણી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું, કે 'કલંક' ફિલ્મની પ્રથમ દિવસની કમાણી 21.60 કરોડ રૂપિયા, જ્યારે બીજા દિવસની કમાણી ઘટીને માત્ર 11.45 કરોડ રૂપિયાની જ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની છે, જે અત્યાર સુધી 33.05 કરોડ રૂપિયાની કમાણી જ કરી શકી છે.

મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની રજાઓનો લાભ લેવા માટે આ ફિલ્મ શુક્રવારને બદલે બુધવારે રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ નબળા રિવ્યૂ અને દર્શકોના નબળા પ્રતિસાદની અસર આ ફિલ્મના કલેક્શન પર દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 

 

2. નિષ્ફ્ળતાનો એકરાર?
વરુણ ધવને આ ફિલ્મને લઈને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું, કે 'કલંક' ફિલ્મ મારી અત્યાર સુધીની સૌથી વધારે બજેટની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ માટે અમારા પર આર્થિક પ્રેશર પણ વધારે છે. હું ફિલ્મની નિષ્ફ્ળતાનું વિચારીને ડરી નથી રહ્યો. ફિલ્મ માટે મેં મારુ સર્વસ્વ આપ્યું છે. દરેક ફિલ્ડમાં સફળતા અને નિષ્ફ્ળતા મળે છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ તેમાનું એક ફિલ્ડ છે.
3. લાંભી લચક ફિલ્મ
ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિનાક્ષી સિન્હા,આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત અને સંજય દત્ત જેવા મેગા સ્ટાર્સ હોવા છતાંય દર્શકો ખુશ નથી થયા. 2 કલાક અને 50 મિનિટની આ ફિલ્મ દર્શકોને સ્પર્શી શકી નથી.'કલંક' ફિલ્મ તો નહિ પરંતુ તેના સોન્ગ્સે ચાહકોના દિલમાં ચોક્કસ જગ્યા બનાવી લીધી હતી. પ્રીતમે આ ફિલ્મના સોન્ગ્સ કોમ્પોઝ કર્યા છે.
4. સૌથી મોટા ઓપનિંગ પછી ધબાય નમઃ
રસપ્રદ વાત તો એ છે કે નબળા પ્રતિસાદ વચ્ચે આ ફિલ્મ 2019ની ઓપનિંગ દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી.બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે કલેક્શન મામલે 'કલંક' ફિલ્મે 'કેસરી' ફિલ્મને પણ પાછળ છોડી દીધી હતી.હવે આ ફિલ્મ વીકેન્ડમાં સારી એવી કમાણી કરશે કે નહિ તે જોવું રહ્યું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી