ફર્સ્ટ લુક / પ્રતીક્ષાનો આવ્યો અંત, 'ભારત' ફિલ્મમાં સલમાન ખાનનો લુક રિલીઝ થયો

first look of Salman Khan in Bharat film

  •  
  • 'ભારત' ફિલ્મમાં સલમાન અને કેટરીનાના ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયા
  • આ ફિલ્મ કોરિયન ફિલ્મની રિમેક છે 
  • ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ 5 જૂન,2019ના રોજ રિલીઝ થશે

Divyabhaskar.com

Jun 13, 2019, 02:04 PM IST

બોલિવૂડ ડેસ્ક: ઘણી રાહ જોયા બાદ 'ભારત' ફિલ્મમાં સલમાન ખાનનો લુક રિલીઝ થઈ ગયો છે. આ હટકે લુકમાં સલમાન ખાન કાળા ચશ્મા, સફેદ દાઢી અને સફેદ વાળમાં ચિંતિત હાવભાવ સાથે જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં 'જર્ની ઓફ મેન ઍન્ડ નેશન ટુગેધર' લખેલું છે.

તરણ આદર્શે ટ્વીટ કરીને સલમાન ખાનનો ફિલ્મમાં ફર્સ્ટ લુક શેર કર્યો છે.

કેટરીનાનો લુક
14 એપ્રિલે કેટરીનાએ ફિલ્મ 'ભારત'ને લઈને પોતાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ લુકમાં કર્લી હેર અને માથામાં લગાવેલો ચાંલ્લો સાથે તે ઘણી સુંદર દેખાઈ રહી હતી.

6 અલગ લુક
ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ 5 જૂન,2019ના રોજ રિલીઝ થશે.સલમાન ખાન અને કેટરીના કૈફની આ છઠ્ઠી ફિલ્મ છે, જેમાં તેઓ એકસાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ 'Ode To My Father 'ની હિંદી રિમેક છે. સલમાન ખાનના 6 અલગ-અલગ લુક જોવા માટે દર્શકો આ ફિલ્મની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

X
first look of Salman Khan in Bharat film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી