અપકમિંગ / આલિયા ભટ્ટ બહાદુર પર્વતારોહી અરૂણિમા સિંહાની બાયોપિકમાં લીડ રોલ કરશે

alia-bhatt-will-be-in-lead-role-in-arunima-sinha-s-biopic
X
alia-bhatt-will-be-in-lead-role-in-arunima-sinha-s-biopic

Divyabhaskar.com

Jun 13, 2019, 02:05 PM IST

બોલિવૂડ ડેસ્ક: ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ પર્વતારોહી અરૂણિમા સિંહાની બાયોપિક બનવા જઈ રહી છે. ચર્ચાઓ પ્રમાણે આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આલિયાએ પણ આ વાતની હાલમાં પુષ્ટિ કરી દીધી છે. ફિલ્મને ડિરેક્ટ નિતેશ તિવારી નહિ પરંતુ 'મસાન' ફિલ્મના ડિરેક્ટર નીરજ ધૅવન કરશે.

આ ફિલ્મ વિશે આલિયાએ કહ્યું કે હું નીરજ ધૅવનને મળી છું. ફિલ્મની સ્ટોરી ઘણી પ્રેરણાત્મક છે અને તેમાં લીડ રોલ કરવા માટે હું ઘણી ઉત્સુક છું. જ્યારે મેં ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારે હું ખુદ એકદમ હેરાન થઈ ગઈ હતી. આ એવી સ્ટોરી છે જેને દર્શકો સુધી પહોંચાડવી જોઈએ.અમને આશા છે કે આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે.

1. કોણ છે અરૂણિમા સિંહા
30 વર્ષીય અરૂણિમા એક આર્ટિફિશિયલ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા છે. વર્ષ 2011માં પદ્માવતી એક્સપ્રેસ ટ્રેનમાં સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે લખનૌથી દિલ્હી જઈ રહી હતી. મુસાફરી દરમ્યાન કેટલાક લૂંટારુઓએ તેનો સોનાનો ચેઈન અને પૈસા છીનવી લીધા અને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. અરૂણિમા પાટા પર પટકાઈ.આ સમયે સામેથી આવતી ટ્રેન તેના પગ પરથી પસાર થઇ ગઈ હતી, જેને લીધે તેને ઘૂટણની નીચેનો પગ કપાવવો પડ્યો હતો. મજબૂત મનોબળ સાથે તેણે એક આર્ટિફિશિયલ પગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો.
2. સલમાન અને ભણસાલી સાથે કામ કરશે

થોડા સમય પહેલા સલમાન અને આલિયાએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને વાતને કન્ફર્મ કરી હતી કે બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'માં સાથે દેખાશે. આલિયા ભણસાલી અને સલમાન બંને સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મથી આલિયા અને સલમાન પહેલીવાર ઓન સ્કીન સાથે દેખાશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી