ટ્રોલ / દીકરીના ડ્રેસિંગ પર અભદ્ર કમેન્ટ કરનારાઓને અજય દેવગણે આકરો જવાબ આપ્યો

ajay-devgn-on-daughter-nysa-s-trolling

Divyabhaskar.com

Jun 13, 2019, 02:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા તેના ડ્રેસિંગ અને લુકને લીધે ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા ન્યાસા તેના એરપોર્ટના લુકને લીધે ટ્રોલ થઈ હતી. ન્યાસા પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી તેવું ટ્રોલર્સનું કહેવું હતું.

વાત દીકરી પર આવતા અજય દેવગણ ગુસ્સે થઈ ગયો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે આ પ્રકારની ટ્રોલિંગથી માત્ર ન્યાસાને જ નહિ પરંતુ આખા પરિવારને અસર થાય છે. મારી દીકરી હજુ માત્ર 14 વર્ષની જ છે. ટ્રોલર્સ અમુક વખત ભૂલી જાય છે કે તેઓ કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. મને નથી લાગતું કે ન્યાસાએ જે કપડાં પહેર્યા હતા તેમાં ટ્રોલ થવા જેવી કોઈ વસ્તુ હતી. હું પાપારાઝીને વિનંતી કરું છું કે અમારા સંતાનોને હેરાન ન કરે. સેલિબ્રિટી પેરેન્ટ્સની કિંમત તેમના સંતાનોને ચૂકવવી પડે છે.

ન્યાસા હાલ સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે.

X
ajay-devgn-on-daughter-nysa-s-trolling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી