સોશિયલ રિવ્યૂ / ‘મર્દાની 2’ની શિવાની શિવાજી રાવ ઓડિયન્સને ગમી, ઇમરાનની ‘ધ બોડી’ને લોકો હિટ ફિલ્મ કહી રહ્યા છે

Viewers are liking Mardani 2's Shivani, Imran's hit film telling 'The Body'

Divyabhaskar.com

Dec 13, 2019, 06:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ અને ઇમરાન હાશ્મી સ્ટારર ‘ધ બોડી’ રિલીઝ થઇ ગઈ છે. બંને ફિલ્મો ક્લેશ થઇ છે તેમ છતાં કોઈપણ ફિલ્મની પોપ્યુલારિટીને કોઈ નુકસાન થતું હોય એવું લાગી રહ્યું નથી. સોશિયલ મીડિયા યુઝર્સને બંને ફિલ્મો ગમી છે. એક બાજુ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’માં ઇમરાન હાશ્મીની એક્ટિંગ અને સ્ટોરીના વખાણ થઇ રહ્યા છે તો બીજી બાજુ ‘મર્દાની 2’ના રાનીના પોલીસ અવતારને પણ લોકો આવકારી રહ્યા છે.

મર્દાની 2

સ્ટારકાસ્ટ રાની મુખર્જી, વિશાલ જેઠવા, રાજેશ શર્મા, શ્રુતિ બાપના, વિક્રમ સિંહ ચૌહાણ
ડિરેક્ટર ગોપી પુથરન
મ્યુઝિક
રચિતા અરોરા
રનિંગ ટાઈમ 105 મિનિટ

‘યશરાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘મર્દાની 2’ને દર્શકોનો ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમામ કાનૂની અડચણો બાદ પણ ફિલ્મ દર્શકો વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. સોશિયલ મીડિયા પર લોકોએ રાનીના શિવાની શિવાજી રાવના રોલને વધાવી લીધો છે તો ફિલ્મમાં એક સાઈકો ક્રિમિનલનો રોલ નિભાવનાર વિશાલ જેઠવાની એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મ એક એવા પોલીસ ઓફિસરની સ્ટોરી છે જે એક સિરિયલ રેપિસ્ટ અને હત્યારાની શોધ કરી રહી હોય છે. શરૂઆતમાં ફિલ્મને ઘણી કાનૂની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એજ્યુકેશન હબ કહેવાતા રાજસ્થાનના કોટાના સીન દેખાડવા બદલ ફિલ્મને ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો.

‘ધ બોડી’

સ્ટારકાસ્ટ


ઇમરાન હાશ્મી, શોભિતા ધુલિપાલા, ઋષિ કપૂર, વેદિકા, રુખસાર રહમાન
ડિરેક્ટર જીતુ જોસેફ
મ્યુઝિક ક્લિન્ટન સેરેજો
રનિંગ ટાઈમ 120 મિનિટ

ફ્રેન્ચ ફિલ્મથી પ્રેરિત ઇમરાન હાશ્મીની થ્રિલર સસ્પેન્સ ફિલ્મ ‘ધ બોડી’ લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લેની સાથે સાથે ઇમરાનની દમદાર એક્ટિંગને કારણે ફિલ્મ દર્શકો ભેગા કરવામાં સફળતા હાંસલ કરી શકી. એક યુઝરે ફિલ્મના વખાણ કરતાં લખ્યું કે, મૂવી હિટ થવાને લાયક છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મીનું પરફોર્મન્સ શાનદાર છે. ‘ધ બોડી’ એક મર્ડર મિસ્ટ્રી છે જેમાં એક બિઝનેસવુમન (શોભિતા ધુલિપાલા)નો મૃત દેહ સંદિગ્ધ હાલતોમાં મડદા ઘરમાંથી ગાયબ થઇ જાય છે. ગાયબ શબની તપાસ માટે જ્યારે એક પોલીસવાળો (ઋષિ કપૂર) ગાયબ મહિલાના પતિ (ઇમરાન હાશ્મી)ને મળે છે ત્યારે કહાની નવી દિશામાં વળે છે.

X
Viewers are liking Mardani 2's Shivani, Imran's hit film telling 'The Body'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી