ફિલ્મ રિવ્યૂ / ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં જબરજસ્ત ડાન્સ પણ ફિલ્મની સ્ટોરી નિરાશ કરે છે

varun dhawan and shraddha kapor film street dancer 3d review

Divyabhaskar.com

Jan 24, 2020, 11:18 AM IST
ફિલ્મ રિવ્યૂ સ્ટ્રીટ ડાન્સર 3D
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, અપારશક્તિ ખુરાના, નોરા ફતેહી
ડિરેક્ટર રેમો ડિસોઝા
પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, લિઝેલ ડિસોઝા
સંગીત સચિન-જીગર, તનિષ્ક બાગચી, બાદશાહ, ગુરુ રંધાવા
જોનર ડ્રાન્સ ડ્રામા

મુંબઈઃ રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ખરી રીતે ‘એબીસીડી’ ફ્રેન્ચાઈઝીની સીક્વલ છે. આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મ્સ ડાન્સના ઓવર-ડોઝને કારણે સારી ચાલી હતી. આ વખતે પણ કોરિયાગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા રેમોએ ફિલ્મમાં ભરપૂર ડાન્સ બતાવ્યો છે. ફિલ્મની વાર્તા રેમોએ લખી છે. ફિલ્મનો પ્લોટ લંડનમાં છે. અહીંયા રહેતા ભારતીયોના દર્દને ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ફિલ્મ સહેજ તથા ઈનાયતની આસપાસ ફરે છે
હિરો સહેજ (વરુણ ધવન) ભારતનો છે તો નાયિકા ઈનાયત (શ્રદ્ધા કપૂર) પાકિસ્તાનની છે. બંને એકબીજાને બિલકુલ પસંદ કરતા નથી. સહેજનો મોટો ભાઈ ડાન્સ ક્લબ ચલાવે છે અને તેનું નામ સ્ટ્રીટ ડાન્સર છે. એક ડાન્સ પર્ફોર્મન્સ દરમિયાન તે ઈજાગ્રસ્ત થાય છે. ભાઈના અધૂરા સપનાઓ પૂરા કરવાની જવાબદારી સહેજ પર આવે છે. આના માટે તે પોતાના લોકો સાથે વિશ્વાસઘાત પણ કરે છે.

વાસ્તવમાં, સહેજ તથા ઈનાયત બંને ડાન્સ પાછળ એકદમ ક્રેઝી છે. જોકે, જ્યાં સુધી પ્રભુદેવા ફિલ્મમાં એન્ટર નથી થતા ત્યાં સુધી બંને પોત-પોતના ડાન્સ ગ્રૂપ્સને ટક્કર આપીને સંતોષ માને છે. ઈન્ટરવલ બાદ સહેજ તથા ઈનાયત પોતાના ડાન્સ જુનૂનને એક ઉદ્દેશ આપે છે. પછી ગ્રાઉન્ડ ઝીરો કૉમ્પિટિશનમાં બંનેનો કમાલનો ડાન્સ જોવા મળે છે.

ફિલ્મમાં 11 ડાન્સ પર્ફોર્મન્સ છે. આની પાછળ ઘણો જ ખર્ચ કરવામાં આવ્યો છે. લંડનના મોટા ચર્ચને ગ્રાઉન્ડ ઝીરો કૉમ્પિટિશનનું મેદાન બનાવવામાં આવ્યું છે, તેમાં હિસ્સો લેનાર ડાન્સ ગ્રૂપ્સ અફલાતૂન છે. ડાન્સ મૂવ્સમાં તમામની મહેનત જોવા મળે છે પરંતુ ડાન્સ જોનર ફિલ્મના નામે આમાં માત્રને માત્ર ડાન્સ છે. ફિલ્મની વાર્તા પ્રત્યે બિલકુલ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. ડાન્સની સાથે એન્ગેજ તથા ઈન્સ્પાયર કરે તેવી સ્ટોરી તથા એક્ટિંગ પણ જરૂરી છે. ફિલ્મ આ બંને બાબતોમાં નિરાશ કરે છે. એક્સાઈટમેન્ટવાળી મોમેન્ટ બહુ થોડીક જ છે.

ઈનાયત તથા સહેજની વચ્ચે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની સ્પર્ધા બહુ ચીલાચાલુ લાગે છે. ફિલ્મમાં અપારશક્તિ ખુરાનાની એન્ટ્રી બહુ મોડી થાય છે. ઢોલ વગાડવામાં એક્સપર્ટ અપારશક્તિ પંજાબથી લંડન કંઈક કામ મળશે, તે આશાએ આવે છે. જોકે, તેને લંડનમાં કોઈ કામ મળતું નથી. ફિલ્મમાં અપારશક્તિની એક્ટિંગ ઘણી જ સારી છે. પ્રભુદેવાની સાથે સાથે નોરા ફતેહીને સ્ક્રીન સ્પેસ વધુ મળી છે. મોટાભાગના કલાકારોએ પોતાના કામને રિપીટ કર્યું હોય તેમ લાગે છે.

ફિલ્મમાં બે ગીતો સારા છે, જેમાં એક પ્રભુદેવાનું સિગ્નેચર સોંગ તથા ડાન્સ નંબર ‘મુકાબલા’ તથા બીજું ફિલ્મનું ક્લાઈમેક્સ સોંગ ‘મિલે સુર મેરા તુમ્હારા.’ આ બે જ ગીતો દિલને સ્પર્શી જાય છે.

ફિલ્મમાં માત્ર ડાન્સ છે. જો તમે ડાન્સને લઈ ક્રેઝી હોવ તો જ આ ફિલ્મ તમારે જોવી જોઈએ.

X
varun dhawan and shraddha kapor film street dancer 3d review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી