મૂવી રિવ્યૂ / ટોય સ્ટોરી 4: બાળકોની ફનરાઈડ ફિલ્મ, વુડીનો ફોર્કીને બૉની સુધી પરત લાવવાનો સંઘર્ષ

Toy Story 4: Children's Funride, Woody Forky's struggle to return to Bonnie

Divyabhaskar.com

Jun 21, 2019, 06:44 PM IST
ફિલ્મ રિવ્યૂ ટોય સ્ટોરી 4
સ્ટાર રેટિંગ 4.5/5
સ્ટારકાસ્ટ ટોમ હેક્સ, ટિમ એલેન, એનની પોટ્સ, ટોની હાલે, કેન્યૂ રીવ્સ, કીગલ માઈકલ કી, જોર્ડન પીલે
ડિરેક્ટર જોશ કૂલે
પ્રોડ્યૂસર જોનસ રિવેરા, માર્ક નિએલસન
જોનર એનીમેશન કોમેડી

એક્શન, એડવેન્ચર, કોમેડી તથા ઈમોશન... 'ટોય સ્ટોરી 4' બાળકો માટે એક કમ્પ્લીટ ફિલ્મ છે. કાઉબોય વૂડી, ભંગારના સામાનમાંથી ફોર્કીને બનાવે છે, જે બોનીનું મનપસંદ રમકડું બની જાય છે. ફોર્કી પોતાને બીજાથી અલગ સમજે છે અને તેથી જ તે હંમેશને માટે કચરાપેટીમાં જતો રહે છે. વૂડી, ફોર્કીને એ વાતનો અહેસાસ અપાવે છે કે તે પણ એક રમકડું છે. આ દરમિયાન અનેક ઘટનાઓ બને છે, જે ફિલ્મને મજેદાર બનાવે છે.

બાળકોને મોરલ વેલ્યૂ શીખવે છે
ખાસ વાત એ છે કે ભલે ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી હોય પરંતુ મોટેરાઓને પણ એટલી જ પસંદ આવશે. લોયલ્ટીને બધું જ માનનાર વૂડી તથા તેના મિત્રો ફોર્કીને પરત લાવવા માટે કયા-કયા જોખમ ઉઠાવે છે, કયો ત્યાગ કરે છે. તે બધી જ વાતો રસપ્રદ રીતે બતાવવામાં આવી છે. આટલું જ નહીં પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો, જરૂરિયાતમંદને મદદ કરવી, વિશ્વાસ અપાવવો તથા સમયની સાથે ફેરફારને અપનાવવા જેવી મોરલ વેલ્યૂ પણ બાળકોને શીખવા મળશે.

નવા પાત્રો પણ દમદાર
'ટોય સ્ટોરી'માં અત્યાર સુધી વૂડી, બો પીપ, બોની, જૈસી, ડોલી, ટ્રિક્સી, રેક્સ સ્લિંકી ડોગ જેવા પાત્રો જોવા મળતા હતાં. સિરીઝની આ ચોથી ફિલ્મમાં ડ્યૂક કબૂમ, ડકી બની તથા ગેબી ગેબીના રોલ પણ ઈમ્પ્રેસ કરે છે.

X
Toy Story 4: Children's Funride, Woody Forky's struggle to return to Bonnie

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી