તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Siddharth Malhotra's 'Marjawan' Weak Film, Ritesh Deshmukh Returns As Villain

સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘મરજાવાં’ નબળી ફિલ્મ, વિલન તરીકે ફરી એકવાર રિતેશ દેશમુખ છવાયો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાઈટર તથા ડિરેક્ટર મિલાપ મિલન ઝવેરીની ‘મરજાવાં’માં એક્શનની સાથે લવ સ્ટોરી બતાવવામાં આવી છે. એક તરફ ગેંગસ્ટર રઘુ (સિદ્ધાર્થ મલ્હોત્રા), મૂંગી નાયિકા ઝોયા (તારા સુતરિયા) તથા પ્રેમમાં ડૂબેલી તવાયફ આરઝૂની (રકુલ પ્રીત સિંહ) વાત છે તો બીજી બાજુ ટેન્કર માફિયા અન્ના (નાસિર) તથા તેનો ત્રણ ફૂટનો દીકરો વિષ્ણુ (રિતેશ દેશમુખ) વચ્ચેના સંબંધો તથા તાકતની વાત કરવામાં આવી છે. વિષ્ણુની દુશ્મની રઘુ સાથે પણ છે, કારણ કે અન્ના, રઘુને પોતાના દીકરા જેવો માને છે. પ્રેમ તથા તાકતના આ મહાભારતમાં નાયકની મદદે રામાયણના વિભિષણ તથા હનુમાન જેવા મિત્રો આવે છે. તેમનો ધર્મ અલગ છે પરંતુ હેતુ એક જ છે. રઘુના જીવનમાં ઝોયા છે પરંતુ તેમનું નસીબ ખરાબ કરવા માટે વિષ્ણુ પણ છે. ઝોયા મરી જાય છે પરંતુ રઘુ પ્રેમિકાના મોતનો બદલો લેવામાગે છે અને તેનો અંજામ શું થાય છે, તેના પર આ ફિલ્મ છે. 

ફિલ્મ રિવ્યૂ મરજાવાં
રેટિંગ2.5/5
સ્ટાર-કાસ્ટસિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ, રકુલ પ્રીત સિંહ, તારા સુતરિયા
ડિરેક્ટરમિલાપ ઝવેરી
પ્રોડ્યૂસરભૂષણ કુમાર
સંગીત તનિષ્ક બાગચી, મિત બ્રધર્સ, પાયલ દેવ
જોનરરોમેન્ટિક એક્શન

1) કેવી છે ફિલ્મ?

ફિલ્મની વાર્તા મુંબઈની એક ચાલીમાં સેટ છે. અહીંયા અન્ના અને પછી વિષ્ણુની મરજી વગર હવા પણ આવી શકતી નથી. રઘુ, અન્નાની દરેક વાત માને છે. હવે, રઘુ તથા વિષ્ણુ વચ્ચે બદલાની ભાવના આવે છે અને તમામ પાત્રો આ બદલાની આસપાસ સંકળાય છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે. આગ, હવા, પાણી, જમીન તથા આકાશ બધી જ જગ્યાએ એક્શન સીન્સ જોવા મળે છે. જોકે, સિદ્ધાર્થ ચહેરા પર એક્શપ્રેશન લાવવામાં હજી પણ નબળો પડ્યો છે. અલબત્ત, મિલાપ ઝવેરીએ વાઈડ કેમેરા એન્ગલ તથા અન્ય ઉપાયોથી આ કમીને છૂપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. સાઉથ એક્ટર નાસિરે સારું કામ કર્યું છે. ઝોયાના રોલમાં તારાની સ્ક્રીન પેઝન્સ દમદાર જોવા મળી. તેણે સાઈન લેંગ્વેજને આત્મસાત કરી લીધી છે. આરઝુ બનેલી રકુલે પણ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કર્યું છે. ‘એક વિલન’ની જેમ અહીંયા પણ રિતેશ છવાઈ ગયો છે. વિષ્ણુની નાલાયકીની હાઈટને તે પોતાની રીતે ઊંચાઈ પર લઈ ગયો છે. રાઈમિંગ કરતાં સંવાદોમાં રિતેશ એક્ટર સિદ્ધાર્થ પર ભારે પડે છે. 

મિલાપે પોતાના ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ મસાલા ફિલ્મ છે. એક્શન તથા ઈમોશનનો ભરપૂર ડોઝ છે પરંતુ તેઓ આમાં ક્યાંક ચૂક ખાઈ ગયા છે. ફિલ્મમાં મેલોડ્રામા એટલું બધું છે કે ડેઈલી સોપમાં પણ આટલું મેલોડ્રામા જોવા મળતું નથી. ‘મેં મારુંગા મર જાયેંગા, દોબારા જન્મ લેને સે બચ જાયેંગા’થી લઈને ‘મૈં બદલા નહીં ઈંતકામ લૂંગા’ અને સલમાન ખાનના ગીતનો ઉપયોગ જે સંદર્ભમાં થયો, આ બધું અસરકારક નથી. આવું એટલા માટે રજન અરોરાએ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ તથા ‘ધ ડર્ટી પિક્ચર’માં એક બેંચમાર્ક સેટ કર્યો છે. ચાહકોએ ‘ગજની’માં એક્શન તથા ઈમોશન જોયા છે. ‘મરજાવાં’ રિવેન્જ ડ્રામા સ્ટોરી છે પરંતુ તે પસંદ આવે તેવું તેનામાં કંઈ જ નથી. બદલાની આ વાર્તા એટલી પ્રિડિક્ટેબલ છે, જે ડાયજસ્ટ થઈ શકે તેમ નથી. જુબિન નૌટિયાલ, તનિષ્ક બાગચીએ સંગીત સારું આપ્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો